Site icon Gramin Today

ઝઘડિયા વિધાનસભા બેઠક પર મહેશભાઈ વસાવાએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

આખરે ઝઘડિયા વિધાનસભા પર મહેશ વસાવાએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું;  આદિવાસી દિગ્ગજ નેતા છોટુ વસાવાએ  અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.  

નેશનલ લેવલે ચર્ચાસ્પદ બનેલ ઝઘડિયા વિધાનસભા બેઠક પર ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પિતા પુત્રનો દાવેદારી નો  જંગ આખરે સમાધાન પર,,,!

ઝઘડિયા વિધાનસભા બેઠક પર ભારતીય ટ્રાઇબલ પાર્ટી  (બીટીપી) તરફથી મહેશ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી. તો તેમની સામે પિતા છોટુ વસાવા અને નાના ભાઇ દિલીપ વસાવા એ ઉમેદવારીપત્રો ભર્યા હતાં. મંગળવાર નાં રોજ ઉમેદવારીપત્રો ની ચકાસણી કરવામાં આવી હતી જેમાં છોટુ વસાવાનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. બુધવારે દિલીપ વસાવાએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, જયારે આજે અંતિમ દિવસે. છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવાએ બીટીપીનુ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે.

છેલ્લી સાત ટર્મથી ઝઘડિયા બેઠક પર છોટુ વસાવા ચૂંટાતા આવ્યા છે ત્યારે ઝઘડિયા વિધાનસભા બેઠક પર હવે છોટુ વસાવાની ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે કાંટાની ટક્કર રહેશે. ભાજપ અને કોંગ્રેસ ને હરાવવા માટે મહેશ વસાવા એ ફોર્મ પરત ખેંચી લીધું છે, તેવું જાણવા મળ્યું છે, હવે છોટુ વસાવા ને સમર્થન આપી ને તેમના માટે પ્રચાર કરશે મહેશ વસાવા.

હવે આ બેઠક પર તેમનો મુકાબલો સીધો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે થશે. આ ઝઘડીયા બેઠક પર છેલ્લા સાત ટર્મ થી  છોટુ વસાવા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે.

Exit mobile version