Site icon Gramin Today

ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા નીકળેલી યુવા પરિવર્તન યાત્રાનું નેત્રંગમાં ભવ્ય સ્વાગત :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા નીકળેલી યુવા પરિવર્તન યાત્રાનું નેત્રંગમાં ભવ્ય સ્વાગત કરાયું;

કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતા શેરખાન પઠાણની આગેવાની હેઠળ મોવી ચોકડી થી મૌઝા ચોકડી સુધી વિશાળ બાઇક રેલી યોજાઈ!!!  રાજ્ય ભરમાં ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા નીકળેલી યુવા પરિવર્તન યાત્રાને જોરદાર સમર્થન મળી રહ્યું છે. 

નેત્રંગ: અગામી  વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે અવનવા કાર્યક્રમો યોજાતા હોય છે . ત્યારે આજે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા નર્મદા જિલ્લામાં થઈ ને ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી. જ્યાં મોવી ચોકડી ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતા શેરખાન પઠાણની આગેવાની હેઠળ રોકી સ્ટાર બેન્ડના તાલે મોવી ચોકડી થી નેત્રંગ થઈ ને મૌઝા ચોકડી સુધી બાઈક રેલી યોજાઇ હતી, જેમાં એનેક કોંગ્રેસના યુવા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Exit mobile version