Site icon Gramin Today

આમ આદમી પાર્ટી તરફથી નાંદોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે ડૉ.પ્રફુલ વસાવાની પસંદગી :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

આમ આદમી પાર્ટી તરફથી નાંદોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે ડૉ.પ્રફુલ વસાવા ની પસંદગી કરાઈ : 

ડૉ.પ્રફુલ વસાવા કેવડીયા બચાવો આંદોલન સમિતિ નાં પ્રણેતા રહી ચૂક્યા છે; નર્મદા જીલ્લામાં  આદિવાસીઓની અનેક સમસ્યાઓ માટે લડત ચલાવી ચુક્યા છે,

ગુજરાત માં આગામી યોજાનાર વિધાનસભા ની ચુંટણીમાં BTP અને AAP પાર્ટીનું ગઠબંધન થયું હતું ત્યારે ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે, અત્યાર સુધી કુલ 29 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટીની આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે, અગાઉ કુલ 19 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યા બાદ આજે ત્રીજી યાદીમાં વધુ 10 ઉમેદવારો આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે, આ વખતની ચૂંટણીમાં તત્રિપાંખિયો જંગ જામશે.

આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા નાંદોદ (રાજપીપળા) બેઠક પર થી  અગામી વિધાનસભા ની ચુંટણીમાં પ્રોફેસર તરીકે રહી ચૂકેલા ડૉ.પ્રફુલ વસાવા ની પસંદગી કરવામાં આવી છે. જેઓ કેવડીયા બચાવો આંદોલન સમિતિનાં પ્રણેતા રહ્યા છે, કેવડિયા વિસ્તારમાં આદિવાસીઓના જમીન બાબતે તેઓએ ઘણો સંઘર્ષ કરવા માટે નેતૃત્વ કરી આદિવાસી સમાજની જમીન બચાવવામાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે. ત્યારે તેઓને આમ આદમી પાર્ટી દ્વારા નાંદોદ (રાજપીપળા) વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેઓ નાંદોદ બેઠક પર થી આમ આદમી પાર્ટીનાં નિશાન પર  ચૂંટણી લડશે.

નાંદોદ (રાજપીપળા) વિધાનસભા : 

આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા અંદાજીત 2,34,242 છે. જેમાં 1,19,349 પુરૂષ મતદારો અને 1,14,892 મહિલા મતદારો છે. જ્યારે અન્ય મતદારની સંખ્યા 1 છે.

જેમાં બ્રાહ્મણ, વણિક અને પાટીદાર મતદારોની કુલ સંખ્યા 32 હજાર જેટલી છે. જયારે તડવી, વસાવા અને ભીલ વગેરે આદિવાસી મતદારોની સંખ્યા 1,46,000 છે તેમજ લઘુમતી મતદારો 15 હજાર છે અને બક્ષીપંચના મતદારો 18 હજાર જેટલાં  છે.

તડવી સમાજ ઉપરાંત વસાવા સમાજનું પણ પ્રભાવશાળી પ્રતિનિધિત્વ હોવાથી તેમને પણ નજર અંદાજ કરી શકાય તેમ નથી. તેમાં પણ તડવી અને વસાવા સમાજના મતદારો નિણૉયક બની રહેશે. આ બંને જ્ઞાતિના મતદારોના વર્ચસ્વને કારણે ભાજપ અને કોંગ્રેસ જેવાં રાજકીયપક્ષો પણ ઉમેદવારોની પસંદગીમાં બન્ને જ્ઞાતિને ધ્યાનમાં રાખશે તેવું મનાય છે.

Exit mobile version