Site icon Gramin Today

મિલાદ-ઉન-નબીની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દ્વારા શુભેચ્છા સંદેશ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,
 મિલાદ-ઉન-નબીની પૂર્વસંધ્યાએ મહામુહીમ  રાષ્ટ્રપતિ અને આદરણીય વડાપ્રધાન દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો,
મિલાદ-ઉન-નબીની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ;

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે મિલાદ-ઉન-નબીની પૂર્વ સંધ્યાએ પોતાના સંદેશમાં કહ્યું છે:- “પયગંબર મોહમ્મદના જન્મદિવસના શુભ પ્રસંગે જે ઈદ-એ-મિલાદ અથવા મિલાદ-ઉન-નબી તરીકે ઉજવવામાં આવે છે, હું મારા બધા સાથી નાગરિકો, ખાસ કરીને અમારા મુસ્લિમ ભાઈઓ અને બહેનોને શુભેચ્છા પાઠવું છું.

પયગંબર મોહમ્મદનું જીવન બંધુત્વ, કરુણા અને સ્નેહનું ઉદાહરણ છે. તેઓ હંમેશા માનવતા માટે પ્રેરણા સ્ત્રોત રહેશે.

ચાલો આપણે તેમના જીવન અને આદર્શોમાંથી પ્રેરણા લઈએ અને સમાજની સમૃદ્ધિ અને દેશમાં શાંતિ અને સુમેળ વધારવા માટે કામ કરીએ.”

પ્રધાનમંત્રીએ લોકોને મિલાદ-ઉન-નબીની શુભેચ્છા પાઠવી;

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબીના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું; “મિલાદ-ઉન-નબી શુભેચ્છાઓ. ચારે બાજુ શાંતિ અને સમૃદ્ધિ રહે. દયા અને ભાઈચારાના ગુણો હંમેશા પ્રવર્તે. ઈદ મુબારક!”

Exit mobile version