Site icon Gramin Today

મહામારીમાં કોરોનાં વોરીયર્સને નથી મળ્યો મહિનાઓનો પગાર!

શ્રોત: ગ્રામીણ ટુડે પ્રતિનિધિ

હેલ્થ એન્ડ વેલ્થ કેર સેન્ટર ખેરગામ અને  જામનપાડા ખાતે  ફરજ  બજાવતા આરોગ્ય અમુક કર્મચારીઓનો પગાર છેલ્લા પાંચ માસથી થયો નથી; દેશમાં  કોરોના વોરીયર્સનું સન્માન તાળી અને થાળી વગાડીને કર્યું  હવે જરૂરત છે અમોને બજાવેલી સેવાનાં સન્માન રૂપ અમારાં હકના પગારની !  વાંક   તંત્ર નો કે પછી વચેટિયા નો ?

ખેરગામ તાલુકા હેલ્થકેર  સેન્ટર પર વારંવાર રજૂઆત કરી છેવટે દાદા ન મળતાં  વાંસદા ચીખલીના ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલને રજૂઆત કરી, ધારાસભ્ય પટેલે થતાં શોષણ બાબતે મદદરૂપ થવાની આપી ખાત્રી.

હેલ્થ એન્ડ વેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામનપાડા  ખાતે  ફરજ બજાવતી યામીનીબેન  વિનોદભાઇ ગાવિત અને ખેરગામ હેલ્થ સેન્ટર પર ફરજ બજાવતી વિભૂતિબેન  બી. પટેલ આજેય પગારથી વંચીત; રાજ્યમાં આવી સમસ્યાઓ હજુ બહાર આવે તેવી સંભવના? 

કોરોના મહામારીમાં દેશ લોક ડાઉન સ્થિતિમાં છે તેવાં મહામારીનાં સમય વચ્ચે પોતાનાં જીવની ચીંતા કર્યા વગર ફરજ બજાવી રહેલાં કોરોના વોરીયર્સ  આ  હેલ્થ કર્મચારીનો છેલ્લા પાંચ મહિનાથી પગાર થયો નથી હાલ વારંવાર રજૂઆત કરતાં બે માસનો પગાર કર્યો પણ હજુ ત્રણ માસનો પગાર બાકી છે, 

વિશ્વ એન્ટરપ્રાઇસ મહેસાણા દ્વારા કોન્ટ્રાક્ટ પર આ કર્મચારીને રાખવામાં આવ્યા હતા આવી પ્રાઇવેટ  એજન્સી દ્વારા કર્મચારીનો પગાર નિયમિત થતો નથી, અને કામ જેટલું નથી અપાતું વળતર,  હવે જોવું રહ્યું કોરોના વોરીયર્સનું સન્માન કેટલું જળવાય છે? કે પછી…

Exit mobile version