Site icon Gramin Today

દિલ્હીમાં ચાલતાં ખેડૂત આંદોલનને લઇ ગુજરાતનાં રાજકારણમાં ગરમાટો?

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

ગાંધીનગર: ગુજરાતમાંથી પણ ખેડૂત દિલ્હી બોર્ડેર પર ચાલી રહેલા ૧૯ દિવસ થી ખેડૂત આંદોલનને સમર્થન મળી રહ્યું છે,  દિલ્લી તરફ ખેડૂતોનાં કૂચના એલાનના પગલે ગુજરાતમાં આંદોલનકારી  ગુજરાતનાં વિવિધ ખેડૂત સંઘઠનના  નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા, પરંતુ પોલીસની નજર ચૂકવીને ૨૦૦ થી વધારે  ખેડૂતો દિલ્લીની  બોર્ડર પહોંચી ગયા છે, પ્રાપ્ત માહિતી મુજબ  ધરપકડ થવાની બીકે ખેડૂત નેતાઓએ વેશપલટો કરીને ગુજરાત બોર્ડર સુધી પહોંચ્યા હતાં. ગુજરાતના ખેડૂતો દિલ્લી કૂચમાં ભાગ ન લે તે માટે સરકારે પૂરતા પ્રસાયો કર્યા હતાં, આંદોલનકારી નેતાઓને ઘરમાં નજરકેદ પણ કરી લીધા, એમ તેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો,  આંદોલન બાબતે અને  ગુજરાતનાં મુખ્યમંત્રીએ બંધ મુદ્દે આપ્યા છે અનેક નિવેદનો, 

કડકડતી ઠંડી અને કમોસમી વરસાદ પણ અંદોલન કરનારાં ખેડૂતોનાં બુલંદ હોશલાને તોડી ના શક્યો: આજે ચાલી રહેલા આંદોલન ના આગેવાનોએ એક દિવસનાં પ્રતિક ઉપવાસની કરી છે ઘોષણા,

બીજી તરફ હાઈકમાંડના આદેશ થી રાજ્ય ભરમાં BJP દ્વારા  ખેડૂત કાયદાનું પ્રચાર પ્રસાર ચાલુ કર્યો છે, જેથી કાયદો ખેડૂત હિતમાં છે એવું સમજાવી શકાય! અને અમુક તક સાધુઓને ઉઘાડાં પાડી શકાય!

દેશનાં ૧૧ થી વધુ રાજ્યો અને વિદેશમાં પણ ખેડૂત આંદોલનને લઇ હાલ ચર્ચામાં આવ્યું છે દિલ્હીમાં ચાલતું ખેડૂત આંદોલન.

Exit mobile version