કયાં અફવાઓથી દોરવાઈને ચારેક હજાર લોકો નીટ આલ્કોહોલ (ઝેરીલો દારૂ) પી ગયા? આ પૈકી ૬૦૦ લોકોનાં મોત નિપજતાં હાહાકાર મચી ગયો છે. સમગ્ર જગતમાં કોરોના ડર કરતાં લોકોમાં હવે દેહ્સત વધારે ફેલાવી રહ્યો છે,
ઈરાન, તહેરાન: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કાળો કેર વર્તાય રહ્યો છે. કોરોનાવાયરસની કોઈ દવા હજુ શોધાઈ નથી પણ લોકો તેનાથી બચવા જાત જાતના રસ્તા,નુસખા અજમાવે યાં અપનાવે છે. ઈરાનમાં આવો જ રસ્તો અપનાવવા જતાં ૬૦૦ લોકો મોતને ભેટ્યા. ઈરાનમાં અફવાઓથી દોરવાઈને ચારેક હજાર લોકો નીટ આલ્કોહોલ (ઝેરીલો દારૂ) પી ગયા હતા. આ પૈકી ૬૦૦ લોકોનાં મોત નિપજતાં સમગ્ર ઈરાનમાં હાહાકાર મચી ગયો છે. હજુ ૩૦૦૦ લોકો દેશની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. આ પૈકી અનેક લોકોની સ્થિતિ નાજુક છે તેથી મોતનો આંકડો હજી પણ વધી શકે છે. કોરોનાવાયરસથી બચવા માટે વારંવાર હાથ પર સેનિટાઈઝર લગાવવાની સલાહ અપાય છે. સેનિટાઈઝરમાં આલ્કોહોલ હોય છે તેથી લોકોએ આ વાત માની લીધી હતી. કે આલ્કોહોલ કોરોના સામે રક્ષણ આપે છે, આ કોઈ અંતરિયાળ ગામની વાત નથીઃ માટે જ તો આપણી ભારતીય સરકાર આફવા ફેલાવનારાં લોકો સામે લાલ આંખ કરે છે, તે જરૂરી પણ છે, સેનીટાઈઝર માં ૭૫% સુધી આલ્કોહોલ (દારૂ)હોય છે ત્યારે ઘણાં નોન આલ્કોહોલ પણ બજારમાં મળે છે,
ઇરાન સરકારના પ્રવક્તા ઘોલમ હુસેન ઇસ્માઇલીએ જણાવ્યું હતું કે, લોકોએ કોરોનાવાયરસની સારવાર થઈ શકે છે એમ સમજીને નીટ આલ્કોહોલ પી લેતાં મોટી સંખ્યામાં લોકો બીમાર થઇ ગયાં. ઇસ્માઇલીએ ઉમેર્યું હતું કે, ઝેરી આલ્કોહોલ પીવાથી મોતને ભેટેલાં લોકોનો આંકડો ઘણો મોટો છે અમારી ધારણા કરતાં આ ઘટના મોટી છે. તેમણે કહ્યું હતું કે, આલ્કોહોલ પીવાથી બિમાર કદી સ્વસ્થ નહિ થાય પરંતુ તેનાં માટે આલ્કોહોલ જીવલેણ સાબિત થઇ શકે છે. તેમાં આગ લાગવાનો પણ ડર હોય છે,
તેમણે કહ્યું હતું કે, આ મામલે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકો પર હત્યાનો કેસ ચલાવવામાં આવશે. ઇરાનમાં કોરોના વાયરસથી ૬૨ હજારથી વધુ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. ઇરાનમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૩૮૦૦ લોકો મોતને ભેટ્યા છે, તેથી લોકોમાં ભારે ડર છે. આ કારણે કોરોનાથી બચવા શું કરવું તે અંગે અફવાઓ ચાલ્યા કરે છે. હંમેશા દેશ હોય યાં પરદેશ પણ આફ્વાના બજારમાં ઘરાકી વધુ જોવાં મળે છે,
હજુ કોરોના વાયરસથી બચવાં કોઈ દવા નથી શોધાય ત્યારે એક માત્ર દવા કારગર છે, “આપણે ઘરમાં રહીએ સુરક્ષિત રહીએ”