કોરોના વાયરસ નાં લીધે વૈશ્વિક આરોગ્ય સંગઠને who વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી, ‘ભારત માટે હોળીના રંગોમાં ભંગ”
કોરોના વિષે; જર્મનીની આંતરરાષ્ટ્રીય લેબમાં રહેલા નમૂનામાં સૌપ્રથમ વખત આ વાયરસની ઓળખ થઇ હતી. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ સી ફૂડ સાથે આ વાયરસ જોડાયેલો છે. કોરોના વાયરસ પર નજર કરીએ તો આ એક સાર્સ કેટેગરીનો વાયરસ છે. વૈજ્ઞાનિકોએ ન્યૂ કોરાના વાયરસ કે નોવેલ કોરોના વાયરસ નામ આપ્યુ છે. જેઓ ઉમરે વરિષ્ટ છે તેઓ આ વાયરસથી જલ્દી ભોગ બને છે, કારણ કે તેમની રોગપ્રતિકાર શક્તિ નબળી હોય છે, ડર માનવીને માનસિક રીતે તોડી નાખે છે, તેવા માનવીને સારવાર કામનો નથી, ડર અને રોગ પ્રતિકારક શક્તિ અંદરુની શક્તિ છે, કોરોના વાયરસથી ફેલાયેલી દેહ્સત એ થી નાં ફેલાવવી જોઈએ કારણકે રોગથી મૃત્યુ થવાની સંખ્યા કરતાવધારે સારા થનારા લોકો હજારોની સંખ્યામાં છે, બીજા દેશોમાં ફેલાયેલી કોરોના વિશેની દેહ્સતને અમુક લોકો ફક્ત પ્રભુત્વનો જંગમાત્ર માને છે, અને અમેરિકાનો સ્ટંટ માને છે, પણ આપણે તો ‘ચેતેલો નર સદા સુખી’ માં માનનારા હોય સાવચેતી રાખવી રહી,
લક્ષણો;
કોરોના વાયરસના શરુઆતી લક્ષણો તો અત્યંત સામાન્ય છે પરંતુ તેમ છતાં આ વાયરસ ઘાતક નીવડી શકે છે ત્યારે તેના મહત્વના લક્ષણો પર નજર કરીએ તો આ વાયરસમાં શ્વાસ લેવામાં મુશ્કેલી. ગળામાં દુખાવો, શરદી, ખાંસી તાવ આવે છે. તાવ વધતા ન્યૂમોનિયાનુ સ્વરૂપ લે છે. ફેફસામાં ફેલાયા બાદ દર્દીની હાલત વધુ ગંભીર બને છે, પ્રાપ્ત માહિતી મુજબ ચીનમાં દવાનું સંશોધન થવું એ સારા સમાચાર છે, અને ભારતમાં કોરોના સન્ક્રમિત વ્યક્તિ સાજા થઇ હાલમાં ઇન્ટરવ્યુ આપ્યુ,
શું પગલાં ભરવા ? કોરોના વાયરસના સતત વધતા કેસ અને મોતથી લોકો માં ડર ફેલાઈ ગયો છે. આ વાયરસથી બચવા માટે વિશ્વ આરોગ્ય સંગઠને સુચવેલા ઉપાયો પર નજર કરીએ તો. હાથ સાબુ અને પાણીથી ધોવા જોઇએ. ખાંસી કે છીંક ખાતા મોં પર રૂમાલ અવશ્ય રાખવો જોઇએ. શરદી કે ફ્લૂના લક્ષણ દેખાતા હોય તેવા વ્યક્તિઓ સાથે સંપર્ક ટાળવો જોઇએ. સીફૂડ આરોગવુ પણ હમણા ટાળવુ જોઇએ.