Site icon Gramin Today

કૃષિ ઇજનેરી કોલેજ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં ૭૧માં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

કૃષિ ઇજનેરી કોલેજ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં ૭૧માં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી;

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મ દિવસ નિમિતે આદિવાસી વિસ્તાર ની બહેનોને ઉજ્જ્વલા યોજના અંતર્ગત તથા તાલુકાના બાળકો ને બાળસખા યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો;

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મ દિવસ ની ઉજવણી નાં ભાગરૂપે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, માજી.ધારા સભ્ય મોતીલાલ વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય હિતેશભાઈ વસાવા , દેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ, દેડીયાપાડા પ્રાંત અધિકારી શ્રી દિપક બારીયા, મામલતદાર શ્રી એ.સી.વસાવા, તાલુકા વિકાસ અધિકારી શ્રી કનૈયાલાલ વસાવા તથા ભાજપનાં અન્ય કાર્યકરો તેમજ કર્મચારીશ્રીઓ , તાલુકાના તમામ સરપંચશ્રીઓ તેમજ લાભાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુજરાત નો વર્ચ્યુલ પ્રોગ્રામ નિહાળ્યો હતો,

ત્યાર બાદ કોલેજ ખાતે ખાસ કરીને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મ દિવસ નિમિતે આદિવાસી વિસ્તાર ની બહેનોને ઉજ્જ્વલા યોજના અંતર્ગત તથા તાલુકાના બાળકો ને બાળસખા યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો, સાથે સાથે જે પંચાયત માં કોરોના કાળ દરમિયાન જે ગ્રામ પંચાયત દ્વારા ૧૦૦% રસીકરણ કરવામાં આવ્યું હોય તે પંચાયતો ને પણ આજનાં કાર્યક્રમમાં  સન્માનિત કરવામાં આવ્યા હતા.

Exit mobile version