Site icon Gramin Today

૭૩માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રાથમિક શાળા ગારદા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

૭૩ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રાથમિક શાળા ગારદા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો;

ગામમાં સૌથી વધુ ઉચ્ચ શિક્ષણ  પ્રાપ્ત કરેલ દીકરી ના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો;

ગ્રામ પંચાયતનાં સરપંચ અને  સભ્યશ્રીઓ  સહીત  માનવ અધિકારનાં નર્મદા જિલ્લા ચેરમેન દ્વારા સન્માનપત્ર આપી દીકરીઓનું  કરાયું સન્માન;

૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી આપણા દેશમાં સંવિધાન લાગુ કરવામાં આવ્યું  હતું. સ્વતંત્ર ગણરાજ્ય તરીકે ભારતીય સંવિધાન સભા દ્વારા ૨૬ નવેમ્બર ૧૯૪૯માં સંવિધાનનો અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી લાગુ કરવામાં આવ્યું હતું.  આ માટે દર વર્ષે ૨૬ જાન્યુઆરીએ ગણતંત્રદિવસ ઉત્સાહ ભેર  મનાવવામાં આવે છે.

દેડીયાપાડા તાલુકામાં ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે પ્રાથમિક શાળા ગારદા ખાતે ગામમાં સૌથી વધુ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત  કરેલ એવા  દીકરી વસાવા આશાબેન નગીનભાઈ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું, તેમજ મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સભ્યશ્રી અલ્પેશભાઈ વસાવા, તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લાના ચેરમેનશ્રી સર્જનભાઈ વસાવા ના હસ્તે દીકરીઓને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું  હતું.

આ પ્રસંગે ઉપસ્થિત આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા ચેરમેન સર્જન વસાવા, મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સભ્યશ્રી અલ્પેશભાઈ વસાવા, આચાર્ય શ્રી.ચંપકભાઈ ડી.વસાવા, મદદનીશ શિક્ષિકા જ્યોત્સનાબેન વસાવા, આંગણવાડી બહેનો, ગામના અનેક  આગેવાનો તેમજ યુવાનો, તેમજ શાળાના બાળકો ઉત્સાહ ભેર  ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version