Site icon Gramin Today

સરકારે ઓક્સિજનના 14 પ્લાન્ટ અને 3 લાખ કરતાં વધારે રેમડેસિવીરની શીશી સહિત વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી સહાય સક્રિયતાપૂર્વક માન્યતા આપીને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચાડી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે ઓક્સિજનના 14 પ્લાન્ટ અને 3 લાખ કરતાં વધારે રેમડેસિવીરની શીશી સહિત વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી સહાય સક્રિયતાપૂર્વક માન્યતા આપીને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચાડી:

ભારતમાં રસીકરણ કવરેજનો કુલ આંકડો 17 કરોડની નજીક પહોંચ્યો:

18 થી 44 વર્ષના વયજૂથમાં 17.8 લાખ કરતાં વધારા લાભાર્થીનું રસીકરણ કરવામાં આવ્યું, સતત સુધરતી સ્થિતિ સાથે, છેલ્લા 24 કલાકમાં 3.8 લાખથી વધારે દર્દીઓ સાજા થયા,

ભારતમાં કોવિડ-19 મહામારીના બીજા તબક્કામાં કોવિડથી સંક્રમિત નવા પોઝિટીવ કેસોની સંખ્યામાં તીવ્ર ગતિએ નોંધાઇ રહેલી અભૂતપૂર્વ વૃદ્ધિ કારણે ભારતને સહકાર કરવા માટે વૈશ્વિક સમુદાયે મદદનો હાથ લંબાવ્યો છે. વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી કોવિડ-19 સંબંધિત સહાય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અસરકારક રીતે અને તાકીદના ધોરણે ફાળવવામાં અને પહોંચાડવામાં આવે તે ભારત સરકારે સુનિશ્ચિત કર્યું છે જેથી કટોકટીના આ સમયમાં તેમના પ્રયાસોમાં પૂરક સહાય ઉપલબ્ધ કરાવી શકાય.

અત્યાર સુધીમાં, 6,608 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, 3,856 ઓક્સિજન સિલિન્ડર, 14 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, 4,330 વેન્ટિલેટર્સ/ Bi PAP/ C PAP અને ત્રણ લાખથી વધારે રેમડેસિવીરના વાયલ (શીશી)ની ડિલિવરી કરવામાં આવી છે/રવાના કરવામાં આવ્યા છે.

દેશમાં રસીકરણ કવાયતના તબક્કા-3નું વધારે વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી દેશમાં કોવિડ-19 રસીકરણ અંતર્ગત આજદિન સુધીમાં રસીના કુલ આપવામાં આવેલા ડોઝનો આંકડો 16.94 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.

આજનો કોવિડ-19 અપડેટ:

દેશમાં આજદિન સુધીમાં કુલ 30.22 કરોડ કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર 21.64% છે.

ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે 37,36,648 સુધી પહોંચી છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 16.76% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 13,202 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 82.94% દર્દીઓ માત્ર તેર રાજ્યોમાં છે.

 

Exit mobile version