Site icon Gramin Today

વિશ્વએ મહાન ઇન્ડસ્ટ્રીયલીસ્ટ અને દેશે પદ્મ વિભૂષણ રતન ટાટા “અમૂલ્ય રત્ન” ગુમાવ્યો: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ 

સમગ્ર વિશ્વએ  મહાન ઇન્ડસ્ટ્રીયલીસ્ટ (ઉદ્યોગપતિ) અને દેશે પદ્મ વિભૂષણ રતન ટાટા અમૂલ્ય રત્ન ગુમાવ્યો:

ટાટા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખરને તાતા જૂથ તરફથી નિવેદન બહાર પાડીને રતન ટાટા ના નિધનની પુષ્ટિ કરી હતી.

ANI ના રીપોર્ટ  અનુસાર 7મી ઑક્ટોબરે વહેલી સવારે 86 વર્ષના રતન તાતાનું બ્લડપ્રેશર ઘટી જતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રતન તાતાના નિધન વિશે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સહિત દેશના અનેક દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ પર લખ્યું, “રતન તાતા વિઝનરી બિઝનેસ લિડર તથા અસામાન્ય વ્યક્તિ હતા. તેમણે દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગગૃહને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું.”

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રતન તાતાને શ્રદ્ધાંજલિ આપતા ઍક્સ પર લખ્યું કે “રતન ટાટા દૂરદૃષ્ટા હતા. તેમણે વેપાર અને સખાવતી પ્રવૃત્તિ ક્ષેત્રે પોતાની છાપ છોડી છે”.

પદ્મ વિભૂષણ રતન ટાટાનો જન્મ 28 ડીસેમ્બર 1937 ના રોજ પારસી પરિવારમાં થયો હતો. તેમણે USની કોર્નેલ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. 1962માં, તેઓ ટાટા ઇન્ડસ્ટ્રીઝમાં જોડાયા – જૂથની પ્રમોટર કંપની – સહાયક તરીકે અને જમશેદપુરમાં કંપનીના પ્લાન્ટમાં છ મહિનાની તાલીમ લીધી. અહીંથી, તેઓ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની (હવે ટાટા સ્ટીલ), ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને નેશનલ રેડિયો એન્ડ ઈલેક્ટ્રોનિક્સ (Nelco)માં કામ કરવા ગયા. 1991 માં, જેઆરડી ટાટાએ, રતન ટાટાને પોતાના અનુગામી તરીકે નિયુક્ત કર્યા. 2008 માં, ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા. જો આપણે માત્ર ટાટા  કન્સલ્ટન્સી સર્વિસીસ વિશે વાત કરીએ તો તેની સંપત્તિ 170 બિલિયન અમેરિકી ડૉલર છે, જે ભારતની બીજી સૌથી મોટી કંપની છે. તેની સંપત્તિ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાથી લગભગ અડધી છે. ચા થી લઇને જેગુઆર લૅન્ડ રૉવર કાર અને મીઠા થી લઈને વિમાન ઉડાડવા અને હોટલોના ગ્રુપ ચલાવવા સુધી જિંદગીનાં વિભિન્ન ક્ષેત્રોમાં ટાટા સમૂહની પકડ દેખાય છે. 

આ ટ્રસ્ટ, નફાનો હિસ્સો બાળકોના શિક્ષણ/ ગરીબોના સ્વાસ્થ્ય/ વંચિતોને સહાય આપવામાં કરે છે. પદ્મ વિભૂષણ  રતન ટાટાની સખાવતી પ્રવૃત્તિઓના કારણે ફોર્બ્સની દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં રતન ટાટાનું નામ ન હતું ! રતન ટાટા સામાજિક મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ હતા, જ્યારે અંબાણી/ અદાણીને સામાજિક મૂલ્યો સાથે કોઈ સંબંધ નથી. મુકેશ અંબાણી અને અદાણી જેવા બિઝનેશ  નું જીવન બાદશાહી ભપકાદાર છે. રતન ટાટાનું જીવન સરળ, સાદું અને દેખાડા વિનાનું હતું; પોતાના કર્મચારીઓના વેલ્ફેર પ્રત્યે વધુ ધ્યાન આપતા. બીઝનેસ મેન મુકેશ અંબાણીના પરિવાર તરફ જૂઓ તો  મોગલ બાદશાહોને ઝાંખા પાડી દે એવો ઠાઠ ભોગવે છે ! જયારે દેશ નુ સ્વાભિમાન અને સન્માન એવા  રતન ટાટા દેશને જ પોતાનો પરિવાર માનતા હતા. આજે દેશે રતન ટાટા જેવા મહાન વ્યક્તિ ગુમાવ્યા બાદ કહેવું અતિશયોક્તિ નથી કે દેશે અમૂલ્ય રત્ન ગુમાવ્યો છે ! 

ટાટા ગ્રુપનું માર્કેટ કેપ: 

તમે ટાટા ગ્રુપની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે આજે તેની હેઠળ બીજી 29 જેટલી લિસ્ટેડ કંપનીઓ છે. હા, લિસ્ટેડ કંપનીઓ જે શેરબજારમાં લિસ્ટેડ છે અને તેમનો તમામ ડેટા સામાન્ય લોકો માટે ઉપલબ્ધ છે. જો આપણે આ તમામ 29 કંપનીઓના કુલ માર્કેટ કેપ પર નજર કરીએ તો 20 ઓગસ્ટ, 2024 સુધીમાં તે લગભગ 403 બિલિયન ડોલર (આશરે 33.7 લાખ કરોડ રૂપિયા) હોવાનું અંદાજ આંકવામાં આવે  છે.

રતન ટાટાની નેટવર્થ કેટલી છે?

જો આપણે રતન ટાટાની નેટવર્થની વાત કરીએ તો ભલે તેમની કંપનીઓ કમાણીના મામલે દુનિયાભરમાં ટોપ પર હોય પરંતુ રતન ટાટા પોતે ઓછી સંપત્તિના માલિક છે. IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 અનુસાર, તેમની કુલ નેટવર્થ માત્ર 3,800 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 

રતન ટાટાની સંપત્તિ આટલી ઓછી કેમ છે?

ટાટા ગ્રુપના માર્કેટ કેપ પરથી જોવામાં આવે તો રતન ટાટાની સંપત્તિ કંઈ નથી. એક વર્ષ પહેલા એટલે કે 2021માં તેમની કુલ સંપત્તિ માત્ર 3,500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં તેમની કુલ સંપત્તિ કંપનીની કુલ સંપત્તિના 0.50 ટકા પણ નથી. સ્વાભાવિક રીતે તમારા મનમાં આ પ્રશ્ન ઉદ્ભવતો જ હશે કે કંપનીની કુલ આવક ક્યાં જાય છે? નોંધનીય છે કે ટાટા ગ્રુપની તમામ કંપનીઓ ટાટા ટ્રસ્ટ હેઠળ આવે છે અને તેની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ છે. આ કંપની તેની તમામ કંપનીઓની કુલ આવકના 66 ટકા ધર્મધા/સામાજિક   કાર્યો પાછળ ખર્ચ કરે છે. સ્વાભાવિક છે કે, રતન ટાટા પોતાની કંપનીઓની કમાણી પોતે લેવાને બદલે એક ટ્રસ્ટ દ્વારા દેશ અને દેશવાસીઓ પર ખર્ચ કરે છે.

હવે આટલી મોટી સંપતિ ના કાર્યવાહક કોણ ?

ટાટા ગ્રુપના સંભવિત લીદરમાં સૌથી મજબૂત દાવેદાર નોએલ ટાટા છે. રતન ટાટાના પિતા નવલ ટાટાના બીજા લગ્ન સિમોન સાથે થયા હતા. અને તેઓ રતન ટાટાના સાવકા ભાઈ છે. આ પારિવારિક જોડાણને કારણે, નોએલ ટાટા ગ્રુપનો વારસો સંભાળનારા નામોમાં સૌથી આગળ છે. નોએલ ટાટાના ત્રણ બાળકો છે, માયા, નેવિલ અને લેહ ટાટા, જેઓ ટાટાના સંભવિત વારસદાર છે.

34 વર્ષીય માયા ટાટા, ટાટા ગ્રુપમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. બેયસ બિઝનેસ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ વોરવિકથી અભ્યાસ કરનાર માયા ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને ટાટા ડિજિટલમાં વરિષ્ઠ હોદ્દા પર છે. Tata Neu એપ લોન્ચ કરવામાં પણ તેમની મોટી ભૂમિકા હતી. તેમની દ્રષ્ટિ અને મહાન વ્યૂહરચના સાથે, તે મુખ્ય દાવેદાર છે.

બિઝનેસ લીડર છે નેવિલ ટાટા, તેમનું નામ ટોપ પર છે, 

32 વર્ષના નેવિલને ટાટા ફેમિલી બિઝનેસમાં ખૂબ જ રસ છે. નેવિલ, જેણે ટોયોટા કિર્લોસ્કર ગ્રૂપની માનસી કિર્લોસ્કર સાથે લગ્ન કર્યા છે, તે સ્ટાર બજારના વડા છે. આ કંપની હાઇપરમાર્કેટ ચેઇન ટ્રેન્ટ લિમિટેડ હેઠળ આવે છે. તેમનું નેતૃત્વ ટાટા ગ્રૂપના ભાવિ નેતાને પ્રતિબિંબિત કરે છે અને તેમનામાં લીડર બનવાની તમામ સંભાવનાઓ જોવા મળે છે.

Exit mobile version