Site icon Gramin Today

AAP દ્વારા 149-વિધાનસભાની સીટ કબજે કરવા રાત્રિ મીટીંગના આયોજન સહિત નર્મદા જીલ્લામાં ઠેરઠેર  ગેરંટી કાર્ડનું વિતરણ :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ સર્જન વસાવા 

આમ આદમી પાર્ટી દ્વારા 149- વિધાનસભાની સીટ કબજે કરવા ડેડીયાપાડા સાગબારા વિસ્તારમાં રાત્રિ મીટીંગ ના આયોજન સહિત નર્મદા જીલ્લામાં ઠેરઠેર  ગેરંટી કાર્ડ નું વિતરણ કરી લોક સંપર્ક કરાઈ રહ્યો છે;

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનાં ભણકા ફુકાઈ ગયા છે તેમજ હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલજી સાથે જ પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં સતત બે દિવસથી સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે દેડીયાપાડા આમ આદમી પાર્ટીનાં પ્રમુખ રાજેન્દ્રભાઈ વસાવાની આગેવાની હેઠળ ડેડીયાપાડા તાલુકાના અનેક ગામડાઓમાં રાત્રિ મિટિંગનું આયોજન કરી કેજરીવાલની આપેલી ગેરેન્ટીઓ જેવી કે આરોગ્ય, શિક્ષણ, નોકરી માં ભરતી, બેરોજગારી ભથ્થું ,  મફત વીજળી જેવી અનેક ગેરંટીઓની વાતો કરવામાં આવી રહી છે.

હાલ આમ જોવા જઈએ તો ડેડીયાપાડા વિસ્તારમાં અનેક નવા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ તો 149 વિધાનસભાની સીટની વાત કરવામાં આવે તો ક્યારેક કોંગ્રેસ ક્યારેક બીટીપી તો ક્યારેક ભાજપ સત્તા પર રહી છે, હાલ આમ જોવા જઈએ તો થોડા સમય અગાઉ થયેલ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની સારી એવી સીટો ધરાવે છે, જ્યારે BTP નાં હાલ આ સીટ પરથી મહેશભાઈ  વસાવા ધારાસભ્ય છે પરંતુ સૂત્ર એવું માની રહ્યા છે કે આ સીટ પર ભૂતકાળના ઉમેદવારો જોતા આ વખતે સ્થાનિક અને યુવા ચહેરા ને તક આપવામાં આવે તો BTP,  AAP,  BJP,  કોંગ્રેસ એમ ચતુષ્કોનીયો જંગ ખેલાઈ તેવી પાકી સંભાવના છે, બીજી તરફ  ભીડ ભેગી કરતા નેતા કરતા ગામડે ગામડે પ્રવાસ કરતો સામાન્ય વ્યક્તિ પણ વિધાનસભા ભવન સુધી માર્ગ ખુલ્લો કરી શકે છે. ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં કુલ અંદાજિત 320 બુથો આવેલા છે એમાં સૌથી વધારે મતદાતા ની સંખ્યા દેડીયાપાડા મત વિસ્તારમાં હોવાથી ત્યાંથી ઉમેદવારને ફાયદો જણાઈ રહ્યો છે એક તરફ આ વિધાનસભાની સીટ આયાતી ઉમેદવારને પણ વધારે ફળે છે. હવે જોવું રહ્યું આવનાર દિવસમાં રાજકીય પાર્ટીઓ કેવા ચહેરા ઉપર દાવો ખેલે છે.

Exit mobile version