Site icon Gramin Today

ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં ડખો છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું;

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા 

ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં ડખો છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ BTP અને BTTS ના તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું;

BTP અને BTTS નાં રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા છોટુ વસાવાની અવગણના થતા હોવાના આક્ષેપ;

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણના વિવિધ રંગ જોવા મળી રહ્યા છે. ધારાસભ્ય બનવાનું સપનું જોતા નેતાઓનું પત્તુ કપાય એટલે તેમના સપના રોળાઈ જાય છે, આવા નારાજ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. ત્યારે આદિવાસીઓનાં મસિહા તરીકે ઓળખાતા નેતા છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) તથા BTTS ના રાષ્ટ્રીય અધ્યક્ષથી નારાજ થઈ BTP અને BTTS નાં તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. દિલીપભાઈએ રાજીનામું આપતા હડકંપ મચી ગયો છે.

ગુજરાતમાં આદિવાસી સમાજનાં મુદ્દાઓની લઈને ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં પણ વિખવાદ જોવા મળી રહ્યો છે. છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા પિતા-પુત્રના સંબંધોમાં તિરાડ પડી ગઈ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. આ વિખવાદનું મુખ્ય કારણ BTP અને જનતા દળ યુનિયન (JDU) સાથેનું ગઠબંધન છે. BTPના રાષ્ટ્રીય સંયોજક છોટુભાઇ વસાવાઓ ગઠબંધનની જાહેરાત કરી ત્યારે મહેશભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા ન હતા. છોટુ વસાવાનો ગઢ અને BTPની સૌથી સુરક્ષિત સીટ પર મહેશભાઈ વસાવા જાતે લડી રહયા છે. જ્યારે મહેશ વસાવા ધારાસભ્ય છે તે ડેડીયાપાડા સીટ જિલ્લા પ્રમુખ બહાદૂર વસાવાને ટિકિટ આપી જિલ્લા પ્રમુખ બહાદૂર વસાવાને ટિકિટ આપી આ ઘટના બાદ છોટુભાઈ વસાવાના પરિવારમાં મહાભારત સર્જાયું છે.

Exit mobile version