Site icon Gramin Today

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના “વન ડે વન ડીસ્ટ્રીકટ” કાર્યક્રમનો તાપી જીલ્લા થી શુભારંભ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ સાહેબના “વન ડે વન ડીસ્ટ્રીકટ” કાર્યક્રમનો તાપી જીલ્લાના વ્યારા થી શુભારંભ કરવામાં આવ્યો:

આજરોજ તાપી જીલ્લા મથક વ્યારાના શબરી ધામ ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો અને પેજ પ્રમુખ સહીત જીલ્લાની કમિટી સાથે મુલાકાતનો  વન-ડે વન-ડીસ્ટ્રીકટ કાર્યક્રમની ભવ્ય સરુઆત તાપી થી કરવામાં આવી હતી,

કાર્યક્રમની શરૂઆત મિશન નાકા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવી કરાઈ હતી, મિશન નાકા થી લઇ  વ્યારા શહેરમાં થઇ શબરી ધામ ગ્રાઉન્ડ ખાતે સુધી  ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું સ્વાગત આદિવાસી પારંપરીક વાજિંત્રો વગાડીને કરવામાં આવ્યું હતું.

પોતાના પ્રાસંગિક ઉદબોધન માં પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટિલે તાપીનાં પેજ કમિટી મેંબરની વિશાળ હાજરી અને ઉત્સાહ,  જોષ ના વખાણ કર્યા હતાં, અને તઓએ ઉમેર્યું હતું કે વ્યારા અને નિઝર બેઠક આપણે કબજે કરી કોંગ્રેસ ના ઘમંડ ને તોડવાનો છે, વધુમાં કાર્યકર્તાઓ ને ત્રણ દિવસનું મીની વેકેશન ઘોષણા કરનારું પહેલું રાજય ગણાવ્યું હતું ,

કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા અને સાંસદ પ્રભુભાઈ વસાવા એ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં, અને કેન્દ્ર ની મોદી સરકાર આદિવાસીઓના હિતેચ્છુ અને વિકાસમાં માનનારી સરકાર ગણાવી હતી, 

આપને જણાવી દઈએ કે સમગ્ર ગુજરાતનો પ્રવાસ, સંપર્ક અને બેઠકના મૂળમંત્ર સાથે સંગઠનને વધુ ને વધુ સંગઠિત કરવાના ધ્યેય સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ સમગ્ર રાજ્યના 41 જિલ્લા/મહાનગરમાં “વન ટુ વન ડીસ્ટ્રીકટ” કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરવાના છે. તેમના આ પ્રવાસ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રના લોકો સાથે સંવાદ કરશે તેમજ હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના સાધુ-સંતોને મળીને તેમના આશીર્વાદ ગ્રહણ કરશે:

પ્રમુખશ્રીએ વ્યારા ખાતેના કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં ઉમેર્યું હતું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર દેશમાં અવિરત પ્રવાસ કરી રહ્યા છે તેના ભાગરૂપે આવતાં મહિને ગુજરાતના  પ્રવાસે આવશે, અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડડાજી ના ગુજરાત પ્રવાસની પણ જાહેરાત કરી હતી,

કાર્યક્રમ ના અંતે પ્રમુખશ્રી પાટીલજીએ ઉમેર્યું હતું કે તાપી જીલ્લા ના કાર્યકર્તાઓની તનતોડ મહેનત દ્વારા આજનો કાર્યક્રમ ધાર્યા કરતાં વધુ સફળ રહયા છીએ, અહીંયા ઉપસ્થિત માનવ મહેરમણ જીવંત સાક્ષી પુરે છે , આમ આજરોજ તાપી જીલ્લા માંથી ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ સાહેબ અધ્યક્ષ સ્થાને થી “વન ડે વન ડીસ્ટ્રીકટ” કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરાઈ છે. 

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાલા, શ્રીમતી ઉષાબેન પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, તાપી જિલ્લા પ્રમુખ શ્રી જયરામભાઈ ગામીત, પ્રમુખ સુરજ વસાવા, ધારાસભ્ય મોહનભાઇ, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

Exit mobile version