શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા
નર્મદા જીલ્લાના 149 ડેડીયાપાડા મતવિસ્તાર બેઠક માં આમ આદમી પાર્ટીનો દબદબો: ચૈતર વસાવાનો રેકોડ બ્રેક વિજ્ય:
નર્મદા જીલ્લા માં કોઈ પણ વિધાનસભા બેઠક ઉપર 1 લાખ થી વધુ મત અને મેળવનાર પ્રથમ ઉમેદવાર તરીકે ચૈતર વસાવા એ રેકોર્ડ રચ્યો!!!
મતગણતરી માં પ્રથમ રાઉન્ડ થીજ આમ આદમી પાર્ટી એ પોતાનો જનાધાર અંત સુધી જાળવી રાખ્યો ;
નર્મદા જિલ્લા ના આદિવાસી વિસ્તાર એવા ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર રાજ્ય સરકાર ના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત કેન્દ્ર સરકાર ના સહકાર વિભાગ,ગૃહમંત્રી અમિત શાહ સહીત અનેક સ્ટાર પ્રચારકો ના ધામા છતાં ભાજપા ના ઉમેદવાર ને વિજ્યી બનાવવામા ભાજપા નિષ્ફળ ગઈ હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા મતગણતરી ના તમામ રાઉન્ડ માં વિજ્ય તરફ પ્રયાણ કરતા નજરે પડ્યા હતા, પ્રથમ રાઉન્ડ થીજ લીડ મેળવી લીધી હતી જે અંત સુધી યથાવત્ રહી હતી અને મતગણતરી પુર્ણ થતા ચૈતર વસાવા નો 39395 મતે પોતાનાં પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર હિતેશ વસાવા સામે ભવ્ય વિજય થયો હતો.
ડેડીયાપાડા ની વિધાનસભા બેઠક ઉપર કબજો મેળવવા માટે ભાજપા એ એડી ચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ સમગ્ર ડેડીયાપાડા માં એક આગવું વ્યક્તિત્વ ધરાવનાર ઉમેદવાર ચૈતર વસાવા એ ભારતીય ટ્રાઈબલ પાર્ટી સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો જેથી આમ આદમી પાર્ટી એ ચૈતર વસાવા ને પાર્ટી ના ઉમેદવાર તરીકે જાહેર કર્યો હતો. આજ રોજ ડેડીયાપાડા વિધાનસભા બેઠક નું પરિણામ જાહેર થતાં ચૈતર વસાવા ને 102346 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે તેઓનાં નજીક ના ભાજપા ના ઉમેદવાર હિતેશ વસાવા ને 62951 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે કૉંગ્રેસ ના ઉમેદવાર જેરમાબેન સુક્લાલ વસાવા ને 12545 ભારતીય ટ્રાઈબલ પાર્ટી ના ઉમેદવાર બહાદુર વસાવા ને માત્ર 2983 મત પ્રાપ્ત થયા હતા.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા એ પોતાનાં નજીક ના હરીફ ઉમેદવાર ભાજપાના હિતેશ વસાવા ને 39385 મતે પરાજય આપ્યો હતો.
જેને તેઓનાં સમર્થકો એ ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડી બેન્ડ પાર્ટીઓ નાં તાલે વધાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે નર્મદા જીલ્લા માં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા બેઠક અને ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર આજ સુધી કોઈ પણ ઉમેદવાર ને 1લાખ મત વિધાનસભા ની ચુંટણીમાં પ્રાપ્ત થયાં નથી જે રેકૉર્ડ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા એ 102346 મતો મેળવી ને પ્રાપ્ત કર્યો હતો.
જ્યારે આજે એમના વિજય સરઘસ માં અનેક બેન્ડ પાર્ટીઓ સાથે હજારોની સંખ્યામાં ડેડીયાપાડા ખાતે જનમેદની ઉમટી પડી હતી.