Site icon Gramin Today

ડાંગ જિલ્લામાં માનમોડી અને ગલકુંડ બહુચર્ચિત ગ્રામ પંચાયતો પર આખરે રોમાંચક ફેસલો આવ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામાં માનમોડી અને ગલકુંડ બહુચર્ચિત ગ્રામ પંચાયતો પર આખરે રોમાંચક ફેસલો આવ્યો:

માનમોડી પર કાકાએ ભત્રીજાને પછાડ્યો જ્યારે ગંલકુડ સીટ પિતાએ કબ્જે કરી:

દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી ૨૦૨૫માં કુલ ૬૦ ગ્રામ પંચાયતોમા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાં ચૂંટણીના ફ્રોમ ભરવાની છેલ્લી તારીખે ૧૬ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિન હરીફ થઈ જવા પામી હતી.

ત્યારે બાકી ૪૨ ગ્રામ પંચાયતો પર ચૂંટણીનો દંગલ બરાબરનો જામ્યો હતો. જેમાં મુખ્યત્વે આહવા તાલુકામાં આવેલ ગલકુંડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચની દાવેદારીમાં સગા બાપ-દીકરા વચ્ચે ટક્કર થઈ હતી. અને વઘઈ તાલુકામાં આવેલ માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચની દાવેદારીમાં સગા કાકા-ભત્રીજા વચ્ચે લડાયક જંગ જામ્યો હતો. જેની ચર્ચાઓ સમગ્ર જિલ્લામાં ચર્ચાઈ રહી હતી.

જેને લઈ ગતરોજ પરિણામ જાહેર થતા બહુચર્ચિત બે પંચાયતોની સૌ કોઈની નજર હતી જે આખરે વઘઈની માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયત પર ભત્રીજા મહેન્દ્રભાઈ ગાવિતને ૩૦૦ થી વધુના મતના લીડથી કાકા નગીનભાઈ ગાવિતે ભવ્ય જીત મેળવી હતી. અને લોકોએ ભારત માતા કી જય તેમજ જય શ્રી રામ ના નારા સાથે ભવ્ય જીતની ઉજવણી કરી હતી.

જ્યારે બીજી ગલકુંડ ગ્રુપ ગ્રામ પંચાયત પર પિતાએ પુત્રને ૫૭૬ મતથી હરાવ્યું હતું. અને સાબિત કર્યું હતું કે, બાપ બાપ હોતા હૈ. ત્યારે સરપંચ સુરેશ વાઘની જીત થતા લોકોમાં ખુશી કા ઠીકણા નહીં રહા. જેવી પરિસ્થિતિ જોવા મળી રહી હતી. અને લોકો જીતની ખુશીથી ભારે ઉત્સાહ સાથે ડીજે ના તાલે ઝૂમી ઉઠ્યા અને જીતની ખુશી મનાવી હતી.

Exit mobile version