Site icon Gramin Today

ગૌરવ યાત્રા અંતર્ગત ડેડીયાપાડામાં ભારતીય જનતા પાર્ટીની જાહેર સભા યોજાઈ: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડેડીયાપાડા દિનેશ વસાવા

ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા અંતર્ગત ડેડીયાપાડામાં ભારતીય જનતા પાર્ટીની જાહેર સભા યોજાઈ: 

     ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી સરકાર માં આદિવાસી બંધુઓના વિકાસની ગાથા એટલે આદિવાસી ગૌરવ યાત્રા…!

       ઉત્સાહભેર અને ઉમંગ સાથે આજરોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ખાતે ભગવાન બિરસા મુંડા જીની  ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે જનસભા નું આયોજન કરવામાં આવ્યું, 

      આદિવાસી સમાજ ના સર્વાંગી વિકાસ માટે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે આદિવાસી સમાજ ના ખેડૂતની આવક મર્યાદામાં વધારો કરવા માટે સરકાર દ્વારા વિવિધ સહાયો આપવામાં આવે છે ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે તે માટે સરકાર વિવિધ યોજનાઓ લાવી રહેલ છે ખેડૂતોને વીજ માંથી રાહત મળે તે માટે સરકાર સૌર ઉર્જા દ્વારા ચાલતા બોર મોટરની સહાય આપે છે આદિવાસી સમાજના જે ખેડૂતો વર્ષોથી જંગલની જમીન ખેડતા હોય તે સરકારે ખેડૂતોને નામે કરી આપી છે આજે સરકાર દ્વારા ચાલતી અનેક યોજનાઓ ખેડૂતોને ખેતી કરવા માટે સહાય રૂપ બની રહેલ છે

      આવનારી વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભાની સીટ પર ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવવા હાકલ કરી હતી

      આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રેણુકા સિંહજી, સાસદ મનસુખભાઈ વસાવા, સાંસદ જશવંતસિંહ ભાભોર, ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી નીલ રાવ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, તેમજ જિલ્લાના અન્ય હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

Exit mobile version