Site icon Gramin Today

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારીના PI ને સસ્પેન્ડ કરવાની માંગ સાથે રાજ્યપાલને આવેદનપત્ર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, કરુણેશ  ચૌધરી 

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી એલસીબીના PI ને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું. ઉમરપાડા મામલતદારશ્રી ને આવેદનપત્ર સુપ્રત કરાયું: 

નવસારી જિલ્લાના લુંસિકુઈ મેદાન ખાતે GEB ના આઉટસોર્સિંગના કર્મચારીઓના હક અધિકારની માગણી માટે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા એકત્ર થયેલા લોકોનો અને લોક પ્રતિનિધિ ધારાસભ્ય નો અવાજ દબાવવા પ્રયત્ન કરતી સરકાર..?  નવસારી જીલ્લામાં વારંવાર માનવ અધિકાર ઉલંઘન અને સવિધાન દ્વારા મળતાં વિસીસ્ત અધિકારો નું હનન… પ્રજા ક્યારેય માફ નહિ કરે..!

ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે આજે કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવાની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ ઉમરપાડા મામલતદારશ્રી ને મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ તારીખ 31/5/2022 ના દિવસે નવસારી જિલ્લાના લુંસિકુઈ મેદાન ખાતે GEB ના આઉટસોર્સિંગના કર્મચારીઓના હક અધિકારની માગણી માટે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવાની હતી. પરંતુ ત્યાં LCB ના PI દીપક કોરાટે વાંસદા, ચીખલીના આદિવાસી નેતા  ધારાસભ્યશ્રી અનતભાઈ પટેલને જે આદિવાસી સમાજના દરેક પ્રશ્નોને વાચા આપતા હોય છે. જેને આયોજનપૂર્વક ગળાના ભાગને હાથની કોણીથી દબાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હોય, જેના આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આદિવાસી સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઇ રહી છે.આવું કૃત્ય કરનાર LCB ના PI ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરીને સખ્ત અને  તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી આવેદનપત્ર આપી ને આપ સાહેબ  પાસે માંગણી કરીએ  છે.
આ પ્રસંગે ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઇ વસાવા, જગતસિંહ, નટવરસિંહભાઈ વસાવા, ધારાસીંગ વસાવા, જીમ્મી વસાવા, સોહનલાલ, દલપત, હીરાલાલ વસાવા સહીત અનેક  કાર્યકરો ઉપસ્થિત રહીને મામલતદારને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Exit mobile version