Site icon Gramin Today

આમ આદમી પાર્ટીના ગુજરાત નેતૃત્વમાં થયા મોટા ફેરફાર આ મોટા નેતાઓને સોંપી નવી જવાબદારી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ

આમ આદમી પાર્ટીના ગુજરાત નેતૃત્વમાં થયા મોટા ફેરફાર આ મોટા નેતાઓને સોંપી નવી જવાબદારી;

ડેડીયાપાડાના યુવા બાહુબલી ધારાસભ્ય ચૈતર વસાવા ને દક્ષિણ ગુજરાતના કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સોંપાઈ!!!

આમ આદમી પાર્ટીના ગુજરાત નેતૃત્વમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ગોપાલ ઇટાલિયાને સ્થાને ઇસુદાન ગઢવીને AAPના પ્રદેશ અધ્યક્ષ બનાવાયા તો ગોપાલ ઇટાલિયાને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. સાથે જ અન્ય નેતાઓને પણ પાર્ટીની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

જાણો કોને કોને કઈ જવાબદારી સોંપાઈ: 

ઇસુદાન ગઢવીને AAPના પ્રદેશ અધ્યક્ષ, તો ગોપાલ ઇટાલિયાને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલમાં ખુબજ ચર્ચામાં રહેલ ડેડીયાપાડા ના યુવા અને બાહુબલી ધારાસભ્યશ્રી. ચૈતર વસાવાને મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, વલસાડ (સાઉથ ઝોન)નાં કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

શ્રી.અલ્પેશ કથિરિયાને (વડોદરા – સુરત ઝોન)ના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમજ ડૉ.રમેશ પટેલને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા (ઉતર ગુજરાત ઝોન) કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમજ શ્રી.કૈલાશભાઈ ગઢવી ને (કચ્છ, મોરબી ઝોનના) કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. અને શ્રી. જગમાલભાઈ વાળા ને ગીર સોમનાથ જુનાગઢ દ્વારકા અમરેલી રાજકોટ જામનગર (સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોન)નાં કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમજ શ્રી.રાજુભાઈ સોલંકી ને ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર પૂર્વ ઝોન)નાં કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. અને ડૉ.જ્વેલબેન વસરા ને ગાંધીનગર અમદાવાદ, ખેડા, આણંદ (સેન્ટ્રલ ઝોન)ના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચુંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે દાવા કરવામાં આવ્યા હતા તે બધા પોકળ સાબિત થયાં હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ફ્કત પાંચ ધારાસભ્યો જીત્યાં છે. તે પે્કી બેત્રણ  ભાજપ ને સમર્થન આપી ચુક્યા છે, પરંતુ હાલમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી લડીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવી લીધો છે. જેથી હવે આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવીને ભાજપને આગામી સમયમાં ટક્કર આપવાની તૈયારીઓમાં લાગી ગયું છે. જે અંતર્ગત આજે સંગઠનને મજબૂત કરવા તેમજ આગળના કાર્યક્રમો માટે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની એક બેઠક મળી હતી. જેમાં સંગઠનને મજબૂત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં ગુજરાતમાં મોટા ફેરફાર કરાયા છે. અને વધુ મજબૂતાઈથી ત્યારે ઇસુદાન ગઢવીને ‘આપ’ ની કમાન આપી અગામી સમયમાં ઇસુદાન ગઢવી પાર્ટીને મજબુત કરવાની જવાબદારી તેમજ લોકસભા ૨૦૨૪ ની જવાબદારી સોપીં છે.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

 

Exit mobile version