Site icon Gramin Today

અગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી ત્રિપાખીયા જંગમાં જોવા મળશે : કેજરીવાલ જેટલો વધારે પ્રચાર કરે તેટલો ભાજપને જ ફાયદો :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

ભાજપે વિધાનસભા ચૂંટણીનું ગણિત ચાલુ કર્યું, કેજરીવાલ કોંગ્રેસના વોટ વધારે કાપી શકે તે માટે પ્લાન બનાવ્યો, ગુજરાતમાં કેજરીવાલ જેટલો વધારે પ્રચાર કરે  તેટલો  ભાજપ ને  ફાયદો :  ગુજરાતમાં કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી  ડેમેજ કન્ટ્રોલ નુ કારણ બને તો નવાઈ  નહિ…! 

 અગામી  આવનારી  ગુજરાત વિધાનસભા ચૂંટણી ત્રિપાખીયા જંગમાં જોવા મળશે પણ તેનો સીધો લાભ બીજેપી ને  મળવાની શયકયતાઓ વધારે દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પુરા જોર શોર થઈ પ્રચાર કરી રહી છે,  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અઠવાડિયામાં  2,3 દિવસ ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે જેના કારણે આમ આદમી પાર્ટીને જમીની સ્તર પર ખૂબ ફાયદો પણ જોવા મળી રહ્યો છે.  બીજી તરફ ગુજરાતમાં ભાજપ અને તેનું મોવડી મંડળ પણ  અગામી  આવનારી  ગુજરાત વિધાનસભા ચૂંટણી ને લઇ ગણતરીઓ કરવાનું ચાલુ કરી દીધું છે.  ભાજપ વિચારી રહ્યું છે કે કેજરીવાલ જેટલું વધારે જોર ગુજરાતમાં કરશે તેટલો ફાયદો ભાજપને સીધો મળી શકે છે. કારણ કે કેજરીવાલ ગુજરાતમાં કોંગ્રેસના વોટ કાપશે અને તેનો ફાયદો ભાજપને મળી શકે તેમ છે.  ભાજપના પરંપરાગત વોટર તેમનો જ સાથ આપશે તેવું ભાજપ વિચારી રહ્યું છે અને બીજા વોટ વડાપ્રધાન  મોદીજી  રેલીઓ કરશે ત્યારે મળી જશે. જો કોંગ્રેસ ના વોટ આમ આદમી પાર્ટી કાપશે તો બીજેપીને ફાયદો જ થવાનો છે પણ જો કોંગ્રેસ અને બીજેપી બન્નેના વોટ કેજરીવાલ કાપશે તો ભાજપને નુકશાન થવાની પણ સંભાવના દેખાઈ રહી છે પણ ભાજપ ને વિશ્વાસ છે કે ભાજપના વોટ કેજરીવાલ નહિ કાપી શકે….  અને કાપશે તો ખૂબ ઓછા કાપશે જેનો ફાયદો કેજરીવાલને મળી શકશે નહીં આમ ભાજપ વિચારી રહ્યું છે કે કેજરીવાલ કોંગ્રેસના વધારેમાં વધારે વોટ કાપવામાં સફળ રહે. 

કોંગ્રેસ  જો વિચારતી હોય કે સરકારના અનેક વિભાગ અને સમાજ ના આંદોલન , મોઘવારી, બેકારી અને સરકારની નાકામી ચુંટણીમાં મુદ્દો બનશે .. તો ભૂલી જજો વડાપ્રધાન મોદીનો માસ્ટર સ્ટ્રોક બાકી છે…! ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે કોંગ્રેસ અન્ય પાર્ટીઓ સાથે ગઠબંદન કરે તો જ શક્ય છે, એવું ગુજરાતના  રાજનીતિક વિશેષજ્ઞઓનું માનવું છે, 

બીજી તરફ  ગુજરાતના રાજકારણ ને સમજવા માટે આમ આદમી પાર્ટીને હજુ સમય આપવો પડશે   અને ગુજરાતના લોકોનો મુડ સમજવો ઘણો અઘરો છે, કારણ કે અહિયાં પાર્ટીઓ કરતાં વધારે મહત્વ જાતિવાદ અને જૂથવાદ ને અપાઈ છે,  કોંગ્રેસે હજુ ગુજરાતમાં પકડ વધારે મજબુત કરવાની ઘણી જરૂરત છે,  નહીતો ગત ચુંટણી કરતાં પણ વધુ બહુમતી ગુમાવવાનો વારો આવશે. 

Exit mobile version