Site icon Gramin Today

પ્રધાનમંત્રીએ લોકોને ક્રિસમસ એટલે કે નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી:

પ્રતીકાત્મક ફોટો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 ઓનલાઈન ન્યુઝ પોર્ટલ.   

નાતાલ એટલે ખ્રિસ્તી ધર્મબંધુઓનો વિશેષ દિવસ, આ દિવસે ઇસુના જન્મ દિવસની કરાય છે ભવ્ય ઉજવણી;
ભારત સહીત વિશ્વભરમાં આનંદભેર નાતાલપર્વ ની ઉજવણી કરવામાં આવે છે, ઉત્સાહ અને ઉમંગનો પર્વ એટલે આનંદી નાતાલ:
લોકો એકબીજા વ્યક્તિને ભેટ આપી પોતાની આનંદ, ખુશીની  અભિવ્યક્તિ વ્યક્ત કરે છે, અને અનેક પ્રોગ્રામ, કેરોલ સિંગિંગ, પ્રાર્થના અને રંગારંગ કાર્યક્રમ આયોજન કરાઈ છે, આમ નાતાલ ખ્રિસ્તીબંદુઓ માટે ઉત્સવ સમાન બની રહે છે,  તેમ છતા હાલ કારોના માહમારી ની ત્રીજી લહેર ને લઇ સદાય થી ઉજવણી કરાઈ રહી છે. 

દેશનાં યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ લોકોને ક્રિસમસ એટલે કે નાતાલ પર્વની આજરોજ સવારે ૭:૩૧ કલાકે પોતાના ટ્વીટર એકાઉન્ટ મારફત  શુભેચ્છાઓ  પાઠવી હતી. 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાતાલના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“દરેકને નાતાલની શુભેચ્છાઓ! અમે ઈસુ ખ્રિસ્તના જીવન અને ઉમદા ઉપદેશોને યાદ કરીએ છીએ, જેણે સેવા, દયા અને નમ્રતા પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. દરેક વ્યક્તિ સ્વસ્થ અને સમૃદ્ધ રહે. ચારે બાજુ સંવાદિતા રહે.”

Exit mobile version