Site icon Gramin Today

પ્રધાનમંત્રીએ બર્મિંગહામ CWG 2022માં મેડલ જીતતા ખેલાડીઓનું ટ્વીટ કરી મનોબળ વધાર્યુ :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

પ્રધાનમંત્રીએ બર્મિંગહામ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ જૂડો પ્લેયર, તુલિકા માન અને વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ગુરદીપ સિંહ સહીત તેજસ્વિન શંકરને ભારતનો પ્રથમ હાઈ જમ્પ મેડલ જીતવા બદલ પોતાના ટ્વીટર માધ્યમ થી ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતાં. 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ જૂડો ખેલાડી તુલિકા માનને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; “તુલિકા માન બર્મિંગહામ ગેમ્સમાં ઝળકી છે! જૂડોમાં સિલ્વર મેડલ જીતવા બદલ તેણીને અભિનંદન. આ મેડલ તેણીની પ્રતિષ્ઠિત રમત કારકિર્દીમાં વધુ એક સિધ્ધિ છે. તેણીને તેના આગામી પ્રયત્નો માટે ખૂબ

પ્રધાનમંત્રીએ બર્મિંગહામમાં CWG 2022માં વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ગુરદીપ સિંહને અભિનંદન પાઠવ્યા: 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં CWG 2022માં વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ગુરદીપ સિંહને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“સખત પરિશ્રમ અને સમર્પણ ઉત્કૃષ્ટ પરિણામો તરફ દોરી જાય છે… આ તે છે જે ગુરદીપ સિંહે CWGમાં વેઇટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને બતાવ્યોં છે. તેણે આપણા નાગરિકોમાં આનંદની ભાવનાને આગળ વધારી છે. તેમને અભિનંદન અને શુભેચ્છાઓ.”

ખૂબ શુભેચ્છાઓ.”

પીએમએ તેજસ્વિન શંકરને ભારતનો પ્રથમ હાઈ જમ્પ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા: 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેજસ્વિન શંકરને ભારતનો પ્રથમ હાઈ જમ્પ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ, 2022માં તેજસ્વિન શંકરનો હાઇ જમ્પમાં બ્રોન્ઝ પણ ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો પ્રથમ છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

તેજસ્વિન શંકરે ઈતિહાસ રચ્યો. તેણે CWGમાં આપણો પહેલો હાઈ જમ્પ મેડલ જીત્યો. તેને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. તેના પ્રયત્નો પર ગર્વ છે. તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ. તે સફળતા મેળવતો રહે.”

Exit mobile version