શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
જળ શક્તિ અભિયાન અંતર્ગત દેડિયાપાડા તાલુકાનાં પાટડી ગામના સરપંચે PM સાથે ઓનલાઈન સંવાદ કર્યો:
વિશ્વ જળ દિવસ નિમિત્તે અલગ અલગ રાજ્યો માં જળ સંચયની કામગીરી માં ઉત્તમ દેખાવ કરનાર દરેક રાજ્યોના સરપંચો સાથે પી.એમ.મોદીએ ઓનલાઈન સંવાદ કર્યો હતો. જેમાં આખા ગુજરાત માંથી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પાટડી ગ્રૂપ ગ્રામ પંચાયત ના યુવા સરપંચ વિદ્યાબેન વસાવા એ પી.એમ મોદી સાથે ઓનલાઈન વેબીનાર માં ભાગ લીધો હતો. તેમને જળ સંચય માટે ના પોતાના અનુભવો 2016 થી સરપંચ તરીકે ચૂંટાયા બાદ તેમના દ્વારા કરવામાં આવેલા જળ સંચય ની ઉત્તમ કામગીરી ને પી.એમ. મોદી એ બિરદાવી હતી. ગામનાં લોકો ને પાણી તકલીફ ના પડે તે માટે તેમને મીની જલધારા અંતર્ગત ઘરે ઘરે નળ ગોઠવી પાણી પહોચાડ્યું છે. ગામ લોકો ના સહયોગ અને સરકારી ફંડ નો ઉપયોગ કરી તેમને વરસાદી પાણી ના સંગ્રહ માટે તેમને એક તળાવ અને દસ જેટલા ચેકડેમો નું નિર્માણ કર્યું છે. જેમાં વરસાદી પાણી નો સંગ્રહ થતા પાણી ના બોર રિચાર્જ થયા છે. સરકાર ના જળ શક્તી અભિયાન અંતર્ગત લોકભાગીદારી થી ઉત્તમ કામગીરી બદલ દેશ ના પાંચ સરપંચો માંથી તેમને પી.એમ. મોદી સાહેબ જોડે સંવાદ કરવાનો મોકો મળ્યો હતો.