Site icon Gramin Today

ચંદ્રયાન-3ની સફળતા સાથે તાપી જિલ્લાનું પણ ગૌરવવંતુ કનેક્શન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ચંદ્રયાન-3ની સફળતા સાથે તાપી જિલ્લાનું પણ ગૌરવવંતુ કનેક્શન:

રોવર બનાવનાર ટીમના વૈજ્ઞાનિક પ્રોફેસર સંતોષ વડવળએ ધોરણ-8 સુધી તાપી જિલ્લાના વેડછી સ્થિત સ્વરાજ આશ્રમમાં તેમણે અભ્યાસ કર્યો છે.

પ્રોફેસર  સંતોષનું ઇન્સ્ટ્રુમેન્ટ APXS (આલ્ફા પાર્ટિકલ એક્સ રે સ્પેક્ટ્રોમીટર ) પેલોડ ચંદ્ર પર આવેલા તત્વો વિશે માહિતી મેળવી ફોટોગ્રાફ, સપાટીનું તાપમાન અને તત્વોનો ડેટા મોકલશે.  

પ્રજ્ઞાન રોવર પેલોડ Payload APXS. (Alpha Particle X-ray Spectrometer) સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિક પ્રિન્સિપલ ઈન્વિસ્ટીગેટર પ્રોફેસર સંતોષ વડવળે સ્વરાજ આશ્રમ વેડછીના વિદ્યાર્થી છે.


અને તેઓ ઈસરોના અનેક વૈજ્ઞાનિક (Scientific) મિશન સાથે તેઓ સંકળાયેલા છે. નાસા જેવી સ્પેસ સંસ્થા  સહિત વિશ્વના અનેક દેશોમાં તેમણે  કામ કર્યું છે. માત્ર દેશ માટે કામ કરવા અમેરીકા થી પરત આવ્યા હતા.

સુનિલકુમાર ગામીત , તાપી 

Exit mobile version