Site icon Gramin Today

LIB પોલીસ કોન્સ્ટેબલને “કોરોના વોરિયર્સ” તરીકે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

પોલીસ કોસ્ટેબલ (LIB) શ્રી.મંગુભાઈ બી.વસાવાને સ્વતંત્ર પર્વ નિમત્તે પ્રાંત અધિકારીશ્રી.દિપકભાઈ બારીયા સાહેબનાં  હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં,

દેડીયાપાડા: નર્મદા જિલ્લાના દેડીયાપાડા પોલિસ સ્ટેશન નાં LIB પોલીસ કોસ્ટેબલ શ્રી.મંગુભાઈ બીલાભાઈ વસાવાને તેઓની આ નીડર કામગીરી અને ત્વરિત સેવાઓ બદલ તેઓને “કોરોના વોરિયર્સ” તરીકે પસંદગી કરીને તેમને દેડીયાપાડા પ્રાંત અધિકારીશ્રી.દિપકભાઈ બારીયા સાહેબના હસ્તે કોરોના વોરિયર્સ તરીકે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. તેઓએ કોરોનાજંગ સાથે લડીને પ્રશંસનીય કામગીરી કરેલ છે. જ્યારે સમગ્ર વિશ્વ હાલ વત્તા ઓછા અંશે કોરોના વાયરસ (Covid -19) થી સંક્રમિત છે. નર્મદા જિલ્લામાં પણ તેની અસર છે. જિલ્લામાં કોરોના વાયરસ ના સંક્રમણને અંકુશિત રાખવા માટે સમગ્ર વહીવટી તંત્ર અવિરત પ્રયાસો કરી રહ્યું છે ત્યારે વિશ્વવ્યાપી રોગચાળા સામે આ સંઘર્ષમાં સામાજીક જવાબદારી તથા અંગત હિતો કરતા તેમણે ફરજને વધુ પ્રાધાન્ય આપી નિષ્ઠાપૂર્વક અવિરત કામગીરી કરી છે. જેને ધ્યાનમાં લેતા LIB પોલીસ કોસ્ટેબલ શ્રી.મંગુભાઈ બી.વસાવા ને સ્વતંત્ર પર્વ નિમત્તે પ્રાંત અધિકારીશ્રી.દિપકભાઈ બારીયાના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને સાથે બીજા કોરોના વોરિયર્સનું અને પોતાનાં વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અનેક આરોગ્ય કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું .

Exit mobile version