શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા : આજ રોજ ભીલીસ્થાનટાઇગર સેનાં અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી નાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અને ડેડીયાપાડા મત વિસ્તાર નાં ધારાસભ્ય શ્રી આદરણીય મહેશભાઈ વસાવા સાહેબ અને ભીલીસ્થાન ટાઇગર સેનાં નાં રાષ્ટ્રીય મહાસચિવ શ્રી માનનીય દિલીપભાઈ છોટુભાઈ વસાવા સાહેબે નર્મદા જીલ્લાનાં ઝગડીયા તાલુકા નાં તમામ BTS/BTP નાં હોદ્દેદારો સાથે નર્મદા નદી નાં પૂર થી અસરગ્રસ્ત થયેલાં ગામો જૂના પોરા, ઔર પટાર, જૂના તોથીદ્રા, જૂની તરસાલી નાં જે લોકો સ્થરાંતરીત થયા હતાં તે સ્થળે રૂબરૂ જઈ ને જાત મુલાકાત લીધી અને પરિસ્થિતિ વિશે તાગ મેળવી ને ઘટતું બધું જ કરી છૂટવાની બહ્યેધરી આપી…
અને સાથે જમવાની વ્યવસ્થા,પીવાનાં પાણી ની વ્યવસ્થા અને નાસ્તા ની વ્યવસ્થા કરાવી હતી, અને ખેડૂતો ને જે મોટાં પાયે નુકસાન થયું છે એમાં આગળ ગાંધીનગર સુધી રજુઆત કરી ને વળતર મળે એ માટે બનતાં બધાં જ પ્રયાસ કરી ને પ્રજા ની પડખે ઊભા રહેવા ની ખાતરી આપી..ઉપરવાસથી ખૂબ જ મોટા પ્રમાણમાં અતિ ભારે વરસાદ પડવાથી નર્મદા ડેમનું પાણી છોડવામાં આવેલ હતું નીચાણ વાળા ગામો અને ખેડૂતોનાં ઉભો પાક કેળ, શેરડી, કપાસ, તુવેર, શાકભાજી જેવા અન્ય પાકોનું ખૂબ જ મોટા પ્રમાણમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે આજરોજ તેનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય શ્રી આદરણીય મહેશભાઈ વસાવા સાહેબ અને ભીલીસ્થાન ટાઇગર સેનાનાં રાષ્ટ્રીય મહાસચિવ શ્રી માનનીય દિલીપભાઈ છોટુભાઈ વસાવા સાહેબે નર્મદા જીલ્લાનાં ઝગડીયા તાલુકા નાં તમામ પુર અસરગ્રસ્ત ગામોની મુલાકાત વેળાએ જણાવ્યું હતું.