Site icon Gramin Today

ABVPના 73માં સ્થાપના દિન નિમિત્તે આંગણવાડીના બાળકોને અભ્યાસકીટનું વિતરણ કરવામાં આવ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર

વ્યારા ખાતે ABVPના 73માં સ્થાપના દિન નિમિત્તે આંગણવાડીના બાળકોને અભ્યાસકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

વ્યારા-તાપી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 73માં સ્થાપના દિવસ નિમિત્તે આજરોજ તેમના દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે સેવા વસ્તીમાં જઈ સ્વામી વિવેકાનંદ આંગણવાડીમાં બાળકોને નોટબુક, કંપાસ બોક્ષ ,દેશી હિસાબ, સ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 
આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જીલ્લા ગુજરાત પ્રાંતના  પ્રાઈવેટ યુનિવર્સિટી સહસંયોજક આદિત્યભાઈ ખંડેલવાલ, ABVP તાપી જીલ્લા સંયોજક વિશાલભાઈ પટેલ, સહસંયોજક નંદનીબેન સોની, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યારા નગર કાર્યવાહ જીગ્નેશભાઈ પાટીલ, ભાજપ જીલ્લા મહામંત્રી વિક્રમભાઈ તરસાડીયા, વ્યારા નગર મંડળ પ્રમુખ કુલીનભાઈ પ્રધાન, નગરપાલિકા સભ્ય પરેશભાઈ શાહ, મંત્રી આશિષભાઈ ગામીત, બ્રીજેશભાઇ બારડ, ભાર્ગવભાઈ પંચોલી, શિવાનીબેન મિશ્રા અને આંગણવાડીના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. 

Exit mobile version