Site icon Gramin Today

80 વાર રક્તદાન કરી માનવતાનું ઉમદું ઉદાહરણ: સમાજ અને યુવાન વર્ગ માટે પ્રેરકરૂપ બન્યાં.

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત

રાજુભાઈએ 80 વાર રક્તદાન કરી માનવતાનું ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું: તેઓ આજે સમાજ અને યુવાન વર્ગ માટે પ્રેરણારૂપ બન્યાં.

કઠોર સિવિલ કોર્ટ માં રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ પરમારે 80 વાર રક્તદાન કરી માનવતાનું ઉમદું ઉદાહરણ સમાજ અને યુવાન વર્ગ માટે પ્રેરક રૂપ બન્યાં.
સુરત જીલ્લાનાં કામરેજ તાલુકાના કઠોર ગામે આવેલી સિવિલ કોર્ટમાં રજિસ્ટાર તરીકેની  ફરજ બજાવતા રાજુભાઈ. કે. પરમારે 80 વાર રક્તદાન કરીને માનવતા મહેકાવી છે. તેમણે યાદો તાજી કરતાં કહ્યું કે 2/4/89નાં રોજ સૌ  પ્રથમ વાર રક્તદાન કર્યું હતું. ત્યાર બાદ અવિરતપણે રક્તદાન કાર્ય કરવાનું બીડું ઝડપ્યું છે. તેઓ રક્તદાન કરવા હમેશા તત્પર રહેતા હોય છે. હિન્દૂ ધર્મના નવા વર્ષ, રક્ષાબંધન તેમજ વેલેન્ટાઇન ડે હોય કે મેરેજ એનિવર્સરી, વર્ષગાંઠ, સ્વતંત્ર પર્વ અને રામનવમીના પવિત્ર તહેવારો અને યાદગાર પ્રસંગોમાં  અનોખી રીતે ઉજવણી “રક્તદાન” કરી ને કરે છે. તે બદલ આજ રોજ  સુરત રક્તદાન કેન્દ્ર પી. આર. ઓ. નિતેશ ભાઈના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી ને તેમનું સન્માન  કરવામાં આવ્યું હતું.

Exit mobile version