Site icon Gramin Today

સૌભાગ્યવતી બહેનોએ પતિના આયુષ્યની વૃધ્ધિ માટે વ્રત રાખી વડના ઝાડની પૂજા અર્ચના કરી.

વાંસદા નગરમાં વટ સાવિત્રી વ્રતની હર્ષઉલ્લાસ ભેર  ઉજવણી કરવામાં આવી. વ્યારા, રાજપીપળા, વાંકલ,વલસાડ અને નવસારીમાં પણ બહેનો દ્વારા કરવામાં આવી પૂજા અર્ચના!  

સૌભાગ્યવતી બહેનોએ પોતાના પતિના આયુષ્યની વૃધ્ધિ માટે વ્રત રાખી વડ ના ઝાડની પૂજા અર્ચના કરી સુત્તર ના દોરા થી અગિયાર, એકવીસ, એકાવન,એક્સો એકની પ્રદક્ષિણા ફરી પોતાના પતિનાં  લાંબા આયુષ્ય અનૅ સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે

સાવિત્રી દેવી એ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસે થી પાછા લઇ આવ્યા હતા, સાવિત્રીની ધર્મનિષ્ઠા, જ્ઞાન, વિવેક તથા પતિવ્રતની વાત જાણીને  યમરાજે સત્યવાનને પોતાના પાસેથી મુક્ત કરી દીધો હતો આખરે તે જીવતો થયો તેથી પ્રાચીન  કાળથી આજ સુધી વટ સાવિત્રીનુ વ્રત કરવામાં આવે છે  સૌભાગ્ય વતી સ્ત્રીઓ  વ્રત રાખી પોતાની મનોકામના પૂર્ણ કરે છે.

એક તરફ વટ સાવિત્રીની પૂજા થાય છે અને અને બીજી તરફ વાંસદા બજારમાં વરસાદી મેળો લાગ્યો હોય તેવું આજનું રહ્યું વાતાવરણ, લાગે છે કોરોનાની બીક લોકોમાં બિલકુલ નથી!  દેવી સાવિત્રી પતિનો  જીવ બચાવી લાવ્યાં પણ આજની નારી જીવ જોખમમાં ન મૂકે તે જરૂરી: આજનાં સમયમાં  જરૂરી છે  સોસિયલ ડીસ્ટનસિંગની, સાવચેતી કે સાવધાનીની…   બજારમાં લોકોની ઉમડીપડી ભીડ, પ્લાસ્ટિકનું કાપડ , કપડાં, છત્રીની ઈત્યાદી ખરીદી કરવા લોકો બજારમાં ઉમટી પડ્યા છે અને બેંકોમાં પણ લાંબી-લાંબી  કતારો  જોવા મળે છે, ગુજરાતનાં ઉપમુખ્ય મંત્રીએ  પણ એક ધાર્મિક પ્રસંગમાં આપી હાજરી કે જ્યાં હતાં ઘણા લોકો સોસીય લ મીડિયામાં થયાં હતાં લાઇવ લોકોએ પૂછ્યા અનેક સવાલો, નિયમ બધાં માટે સરખાં જ છે પણ શું દંડ ભોગવવાનું સામાન્ય જનતા એજ?  માનવ જીવનમાં ધર્મ અને વિજ્ઞાન બંને જરૂરી છે પણ સાવધાની તેથી પણ વધુ  જરૂરી છે!  એક તરફ કોરોના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે તો  હવે આપણેજ વિચારવું રહ્યું…..

કોરોના મહામારીમાં  લોક ડાઉન શું ખુલ્યું કે સોસીયલ  ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડી ગયા છે પોતાના આખા પરિવારનું અને પોતાનું જીવન જોખમમાં મૂકવા પણ લોકો ગભરાતા નથી,  વિજ્ઞાન ગમે તેટલી મનાય,જાગરૂકતા, ફરમાવે પણ આજનો માનવી ધર્માદ તો રહેવાનોજ!    શ્રોત:  અમિત મૈસુરીયા (વાંસદા)

Exit mobile version