Site icon Gramin Today

સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે વ્યારા ખાતે જિલ્લા કક્ષાના જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે વ્યારા સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ મુખરજી ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરાઇ;

જ્ઞાન સૌથી મોટુ ઘરેણું છે, સમૃધ્ધ સમાજના નિર્માણમાં શિક્ષણનો મજબુત પાયો છે,….જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવા

જિલ્લાની ૨૮ શાળાઓને સ્કુલ ઓફ એક્સલેન્સ હેઠળ આવરી લઇ તમામ બાળકો તેજસ્વી બને તેવા ભગિરથ પ્રયાસો શિક્ષણ વિભાગે હાથ ધર્યા છે – કલેકટર એચ.કે.વઢવાણિયા

વ્યારા-તાપી: આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસ જનભાગીદારી દ્વારા લોકોને જોડી પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર રાજયમાં તા.૯મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તાપીના મુખ્ય મથક વ્યારા સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ મુખરજી ટાઉન હોલ ખાતે ‘જ્ઞાનશક્તિ દિવસ’ની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવામાં આવી હતી.
અધ્યક્ષસ્થાનેથી પ્રેરક ઉદબોધન કરતા પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, જ્ઞાન સૌથી મોટુ ઘરેણું છે અને કોઇ પણ સમૃધ્ધ સમાજના નિર્માણમાં શિક્ષણનો મજબુત પાયો રહેલો છે.
તમણે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની આગેવાની હેઠળ ગુજરાત પ્રગતિના પંથે ઝડપથી આગળ વધી રહ્યું છે. વર્તમાન સરકારે લીધેલા સંવેદનશીલ નિર્ણયોથી તેના પ્રભાવક પરિણામો પ્રાપ્ત થતા ગુજરાત રાજ્ય ઉન્નતિ અને સમૃધ્ધિના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરકારે ગરીબ ખેડૂતો મહિલાઓ,યુવાનો, વંચિતો અને વનબંધુઓને વિકસિત સમાજની હરોળમાં લાવવા માટે કરેલા સતત પ્રયાસો થકી આજે છેવાડાના માનવીને વિકાસના મીઠા ફળો મળતા થયા છે. તેમ જણાવી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટેની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓને વિસ્તૃત જાણકારી આપતા કોરોનાકાળમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનીતીમાં કરવામાં આવેલ આમુલ પરિવર્તનની જાણકારી આપી ઉપસ્થિત તમામ વિદ્યાર્થીને શિક્ષણ સુવિધાઓનો લાભ લઇ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન કરતા કલેકટર એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં વર્તમાન સરકારે પારદર્શિતા, સંવેદનશિલતા, નિર્ણાયકાતા અને પ્રગતશિલતાના ચાર આધાર સ્થંભોને આધારે તમામ વર્ગોના સમતોલ વિકાસ અને પ્રગતિને અગ્રતા આપી છે. રાજ્ય સરકારે શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ટેકનોલોજી સાથે જોડી તમામ સુવિધાઓ પુરી પાડીને શિક્ષણમાં ક્રાંતિ લાવી છે. પ્રાથમિક શાળાના જ બાળકોને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. તાપી જિલ્લાની ૨૮ શાળાઓને સ્કુલ ઓફ એક્સલેન્સ હેઠળ આવરી લઇને જિલ્લાના બાળકો તેજસ્વી બને તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ભગિરથ પ્રયાસ હાથ ધર્યા છે જે આપણાં માટે આનંદની વાત છે. વધુમાં તેમણે જિલ્લાના બાળકો વર્તમાન સમયને અનુરૂપ ટેકનોલોજીયુક્ત શિક્ષણ મેળવી આગળ વધી સ્વ સાથે પોતાના સમાજ, ગામ, જિલ્લો અને રાજ્યનું નામ રોશન કરી સમૃધ્ધ સમાજનું નિર્માણ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સેજલબેન રાણાએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ પ્રસંગે મહાનુવોના હસ્તે ‘જ્ઞાનકુંજ પ્રોજેકટ’ હેઠળ કુલ રૂ.૫૮.૨૫ લાખના ખર્ચે તૈયાર કરાયેલા ૧૫ જેટલી પ્રાથમિક શાળાઓના ૫૨ જેટલા વર્ગખંડો તથા રૂ.૬૮.૪૪ લાખના ખર્ચે ૫ માધ્યમિક શાળાઓ ખાતે તૈયાર કરાયેલી ICT લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શોધ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સહાયના ચેક અને નમો ટેબલેટનું વિતરણ મળી કુલ ૫.૩૫ લાખની સાધન-સહાય અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી, નર્મદ યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડૉ.જયરામભાઇ ગામીત, પ્રાંત અધિકારી હિતેશ જોષી, મામલતદાર બી.બી.ભાવસાર, પોલીટેકનિક કોલેજના આચાર્ય ડી.ટી.પટેલ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ એચ. ખરવાસીયા, ચીફ ઓફીસર શૈલેશ પટેલ, મહિલા મોરચાના નીલાબેન પંડ્યા, સહિત શાળા કોલેજના પ્રાધ્યાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત મહાનુભવો સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version