શ્રોત: ગ્રામીણ ટુડે, માંગરોળ કરુણેશભાઈ ચૌધરી
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં નાંદોલા ગામમાં સરપંચનાં આગાધ પ્રયત્નો દ્વારા ૨૨૮ લોકોને મળી રહી છે રોજગારી!નાંદોલા ગામમાં મળતી રોજગારીથી લોકોમાં આનંદો:
કોરોના કહેરમાં સમગ્ર વિશ્વ લોક ડાઉન પરિસ્થિતિમાં છે, ધંધો રોજગાર માનવી પાસેથી છીનવાય ગયો છે, તેવાં સંજોગોમાં લોકો માત્ર ઘરમાં બેઠાં છે પરંતુ આ મહામારીનાં સંજોગોમાં જીવન જીવવા બચાવેલી મૂડી પણ ખર્ચાય જવા પામી છે, લોકો પાસે આ દિવસોમાં જીવન નિર્વાહ માટે જરૂરી છે કોઈ કામ તેવાં સંજોગોમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં નાંદોલા ગામમાં સરપંચનાં આગાધ પ્રયત્નો દ્વારા ગામ લોકોને નરેગા અને સુજલામ સુફલામ યોજના હેઠળ રોજગારીની કામગીરીમાં જોડ્યાં સોશ્યલ ડીસ્ટન્સ જેવાં નિયમોનું રખાય રહ્યું છે ધ્યાન; સરકારે જાહેર કરેલ નરેગા યોજનાં (મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાં) ગામનાં લોકો માટે બની જીવન નિર્વાહનું મધ્યમ! હાલમાં અમુક ગામોમાં જોબ કાર્ડ વગર લોકોને પણ અપાય રહ્યું છે રોજગારીનું કામ, ગુજરાત સરકારનાં સંવેદનશીલ શબ્દને સાચાં અર્થમાં ગામનાં જવાબદારો સાર્થક કરી રહ્યા છે,
- દુષ્કાળ અને રોજગારી ના દિવસોમાં ગ્રામીણ લોકોને ઓછામાં ઓછા ૧૦૦ દિવસનું કામ મળી રહે,
- ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફ થતું સ્થળાંતર અટકાવા,
- ગ્રામ્ય વિકાસ માં ઉપયોગી થઇ શકે તેવી ટકાઉ સંપત્તિ ઉભી કરાવી અને સર્વાંગી વિકાસ લાગતા કર્યો કરવા આ મુખ્ય ઉદેશ્ય છે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાનો; હવે જોવું રહ્યું સરકાર અથવા જવાબદાર વ્યક્તિઓ પ્રજાને કેટલાં મદદરૂપ થાય છે?