Site icon Gramin Today

સાતપુડા પર્વતની ગિરીમાળાઓની વચ્ચે સાગબારા તાલુકામાં આવેલ પાનાઘાટનું સૌદર્ય સોળેકળાએ ખીલી ઉઠયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સાગબારા બ્યુરો ચીફ: નીતેશ,  પત્રકાર: પ્રકાશ વસાવા.

સાગબારા તાલુકામાં આવેલ પાનાઘાટનું સૌદર્ય સોળેકળાએ ખીલી ઉઠયું:  નર્મદા જિલ્લામાં સાતપુડા પર્વતની ગિરીમાળાઓ અને ડુંગરોમાં આવેલ સાગબારા તાલુકો આહલાદક અને રમણીય બની ગયો છે, હાલ વરસાદી માહોલમાં  નર્મદા જિલ્લાની ગિરીકંદરા ઓનુ સૌદંયૅ સોળેકળાએ ખીલી ઉઠીયું છે, એ કહેવુ અતિશયોકિત ભયુઁ નથી! ચારેતરફ લીલીછમ વનરાજીઓ જોવા મળે છે,

ઝરણાઓ નિર્મળ, સ્વચ્છ ધારણ કરતા કાળીમીંઢ શીલાઓ પર થી ખળખળ પાણી વહે છે, બોગલાઈ ખાડી,(દેવમોગરા)   તરવા નદી ,દેવ નદી,ધામણ ખાડી,સેલંબાની ખાડી,દોધન ખાડીઓ વહેતી થઈ છે,આવી અસંખ્ય ખાડીઓ અને નાના મોટા ધોધો પણ વહી રહયાં છે, ત્યારે સાગબારા તાલુકાના ઓટા ડુંગરોમાં આવેલો પાનાધોધ (ગઢ) પોતાની યુવાનીનું રૂપધારણ કરીને કાળીમીંઢ શીલાઓ પરથી ૧૦૦૦ ફૂટની અધધ  ઉંચાઈએ થી પડી રહયો છે, નીચે ખીણમાં ઉતરી ને ધોધનો આનંદ લઈ શકાય છે,જેમાં ધોધ માં ૨૫થી ૩૦ ફૂટ ઉચે ચડી શકાય એવા ગોખલા પણ છે, ચોમાસાંની ઋતુ પછી જયારે જંગલનુ સૌદંયૅએની પરાકાષ્ઠા પર હોય ત્યારે જંગલ ટ્રેકિંગ કરવુ એક લ્હાવો છે,  કુદરત ના સૌદંયૅને માણવા ટ્રેકિંગ કરવા માટે શારીરિક રીતે ફીટ હોય એવા ઈચ્છુક યુવકો /યુવતીઓ માટે વિશેષ તક નર્મદા વન વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે,

(૧)પ્રકૃતિની સુંદરતાનો પરિચય મેળવવા:

(૨)કુદરતી દ્રશ્યોને કૅમેરામાં કેદ કરવાં:

(૩)યુવક/યુવતીઓની શારીરિક ક્ષમતામાં વધારો થાય:

(૪)યુવક/યુવતીઓને જંગલોનું મહત્વ સમજે:

(૫)યુવકો યુવતીઓમાં વન સંરક્ષણ અને સંવધૅનમાં પોતાનું યોગદાન આપવાની લાગણીનાં બિજાંકુરણ થાય:

(૬)જંગલ ના વૃક્ષો ને ઓળખતા થાય:

પાનાધાટ નું ઉદ્ગગમ સ્થાન રોઠીયાપાણી જયાં થી નીકળે છે અને ત્યાં થી પાનાગઢ થઈ ને બગનીયાગઢ ની તળેટી માંથી થઈ ને કોડબા રોડ થઈ ને ભવરીસાવર સીમ આમલી પાટ, પાંચપીપરી થઈ ને તાપી નદીમાં સમાય જાય છે, હાલ  પ્રવાસીઓના આકૅષણ નું કેન્દ્ર પાનાધોધ બની ગયો છે, પ્રવાસી ઓ માટે પારિવારિક  પિકનિક પોઈન્ટ બની ગયો છે, સરકારે આ સ્થળ ને વિકસાવવાની જરૂર છે. આ સ્થળ ને વિકસાવવામાં આવેતો અહીના લોકોને અનેક રીતે રોજગાર મળી રહે તેમ છે. 

Exit mobile version