Site icon Gramin Today

સાંસદ મનસુખ વસાવા ને લવજેહાદ મુદ્દે મારી નાખવાની ધમકી મળતા મળી પોલીસ સુરક્ષા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

સાંસદ મનસુખ વસાવા એ યુકે અને યુપી માંથી અનેક ફોન નંબર પરથી ધમકી ભર્યા ફોન આવ્યા બાબતે નર્મદા જિલ્લા પોલીસ વડા અને ભરૂચ એસપી ને જાણ કરતા નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા તેમના નિવસ્થાને સુરક્ષા અપાઈ

 રાજપીપળા : ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ રાજ્ય સરકાર ‘લવ જેહાદ’નો કાયદ લાવે તેવી ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સ્ફોટક નિવેદનો સાથે માંગ કરી હતી.આ મુદ્દે તેમને વિદેશથી ધમકી મળી હતી તે વખતે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ ‘લવ જેહાદ’નો કાયદો બનવો જોઈએ.જેથી કોઈ હિંદુ યુવતી ‘લવ જેહાદ’ જેવા ષડ્યંત્રનો ભોગ ન બની શકે. વિદેશી તાકાતોના ઈશારે કેટલાક મુસ્લિમ યુવાનો દ્વારા દેશની હિંદુ યુવતિઓને ફસાવવાનું ષડ્યંત્ર આખા દેશમાં ચાલી રહ્યું છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ‘લવ જેહાદ’નો આ મુદ્દો ઉઠાવતા ભૂકંપ આવ્યો હતો. બીજી તરફ ભાજપના જ લઘુમતી મોરચાના કાર્યકરોમાં પણ રોષ ફેલાયો હતો. ભાજપ સાંસદ મનસુખ વસાવાને ‘લવ જેહાદ’ના મુદ્દે વિદેશમાંથી અને ગુજરાતમાંથી અમુક સંગઠનો દ્વારા ધમકીઓ મળી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાબતે સાંસદ મનસુખ વસાવા એ યુકે અને યુપી માંથી અનેક ફોન નંબર પરથી ધમકી ભર્યા ફોન આવ્યા બાબતે નર્મદા જિલ્લા પોલીસ વડા અને ભરૂચ એસપી ને નંબર આપી જાણ કરી હતી જે બાબતે નર્મદા જિલ્લા પોલીસ વડા એ ગંભીરતા લઈ આજે રાજપીપળા તેમના નિવાસસ્થાને 1 પોલીસ જવાન અને 2 હોમગાર્ડ જવાનો ની સુરક્ષા આપવામાં આવી છે. હાલ આ પોલીસ જવાનો સાંસદ ના ઘરે સુરક્ષા કરી રહ્યા છે,અગાઉ પણ આદિવસી ઓના ખોટા દાખલા અંગે સાંસદ મનસુખ વસાવા ને ધમકી મળતા નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી હતી.

Exit mobile version