Site icon Gramin Today

સરકારી વિનયન કોલેજના NSS નાં સ્વયંસેવકો દ્વારા અનાજ કીટ તેમજ કપડાનું વિતરણ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ડેડીયાપાડા સરકારી વિનયન કોલેજના એન.એસ.એસનાં સ્વયંસેવકો દ્વારા અનાજ કીટ તેમજ કપડાનું વિતરણ કરાયું;

પાટવલી ગામે આગજની હોનારતમાં ભોગ બનેલા તમામ પરિવારો ને કોલેજ નાં આચાર્ય શ્રીમતી ડૉ.અનિલા પટેલની અધ્યક્ષતામાં અનાજ કીટ તેમજ કપડાનું વિતરણ કરાયું;

સરકારી વિનયન કોલેજ ડેડીયાપાડા ના એન.એસ.એસ ના સ્વયંસેવકો દ્વારા કોલેજના આચાર્ય શ્રીમતી ડો.અનિલા પટેલની અધ્યક્ષતામાં એન.એસ.એસ.ના કોર્ડીનેટર પ્રો.રમેશ વસાવા ની આગેવાની હેઠળ સામુદાયિક સેવાના ભાગરૂપે ડેડીયાપાડા ના પાટવલી ગામે આગજની હોનારતમાં ભોગ બનેલા ૧૨ જેટલા પરિવારોને ઘરબાર સંપૂર્ણ બળીને રાખ બની ગયા હતા, તેઓને સહાયને અર્થે ડેડીયાપાડા વિનિયન કોલેજ ના એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા અનાજ તથા કપડાની કિટ બનાવીને આપવામાં આવી હતી.

 

Exit mobile version