Site icon Gramin Today

સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ આહવાના આસિસ્ટન્ટ પ્રોફેસર પી.એચ.ડી થયા: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

  ‘ડાંગ જિલ્લાનું ગૌરવ ‘

સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ આહવાના આસિસ્ટન્ટ પ્રોફેસર પી.એચ.ડી થયા:

રમત ગમત ક્ષેત્રે, કલા અને અભિનય ની સાથોસાથ ડાંગ જીલ્લો હવે શિક્ષણ ક્ષેત્રે પણ હરણ ફાળ ભરી રહયો છે, ડાંગ જીલ્લામાં વધુ એક ગૌરવવંતી બાબત સામે આવી…

 આહવા: સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ આહવા ખાતે હિન્દી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રા.દિલીપ કુમાર મોગ્યાભાઈ ગાવિત જેઓ ૧૯૨૦ માં પૂજ્ય મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે ભાષાઓ અને સાહિત્ય વિદ્યાશાખા- હિન્દી વિભાગના સીનીયર પ્રોફેસર અને અધ્યક્ષશ્રી ડૉ.જશવંતભાઈ ડી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ “સુમિત્રાનંદન પંત કી કવિતાઓ મેં માનવતાવાદ એવમ પ્રકૃતિ ચિત્રણ” વિષય પર શોધ નિબંધ તૈયાર કર્યો હતો. જેને ગૂજરાત વિદ્યાપીઠએ સ્વીકારી તેમને પીએચ.ડી.(Ph.D) ની પદવી માટે ઉતીર્ણ જાહેર કરેલ છે. જે અત્રેની સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ તથા ડાંગ જિલ્લા માટે ગૌરવની બાબત છે. 

 

Exit mobile version