Site icon Gramin Today

સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર ડાંગના વિદ્યાર્થીઓએ નવા સંસદ ભવનની સાથે PM નરેન્દ્ર મોદીની કરી મુલાકાત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પ્રદીપ ગાંગુર્ડે

સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર ડાંગના વિદ્યાર્થીઓએ નવા સંસદ ભવનની સાથે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની કરી મુલાકાત:

સાપુતારા: ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાની તળેટીયમાં આવેલ પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામનાં વિદ્યાર્થીઓએ પ.પૂ.પી.પી.સ્વામીજીનાં માર્ગદર્શન હેઠળ દિલ્હીમાં પોતાના શૈક્ષણિક શાળા પ્રવાસ દરમિયાન આઈ.આઈ.ટી તથા નવા સંસદ ભવનની મુલાકાત લીધી હતી. આ સાથે પ.પૂ.પી.પી.સ્વામીજી, વલસાડ ડાંગનાં સાંસદ ડૉ.કે સી પટેલનાં નેતૃત્વમાં શાળાનાં તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકોએ દેશના વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી સાથે પણ મુલાકાત કરી ફોટોસેશન કર્યું હતુ. ડાંગ જિલ્લાનાં સંતોકબા ધોળકીયા વિદ્યામંદિરનાં વિદ્યાર્થીઓ નવા સંસદભવન તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી ગૌરવની અનુભૂતિ કરી હતી.

Exit mobile version