Site icon Gramin Today

રોમેલ સુતરિયાની ફેસબુક પોસ્ટ થી ઝીંક પ્લાન્ટ માટે જીલ્લામાં શરૂ થનાર કંપની વેદાંતા/HZL સામે નવી મુશ્કેલી:  

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

યુવા રાજનીતિક અને સામાજિક કાર્યકર રોમેલ સુતરિયાની ફેસબુક પોસ્ટ થી ઝીંક પ્લાન્ટ માટે તાપી જીલ્લામાં શરૂ થનાર કંપની વેદાંતા/HZL સામે નવી મુશ્કેલી:  

ગત વર્ષે ગુજરાત સરકાર તેમજ વેદાંતા વચ્ચે MOU (મેમેમોરેન્ડમન ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) કરવામાં આવ્યો હતો.૩૦૦ KTPA ની ક્ષમતા ધરાવતો આ ઝીંક સ્મેલટર પ્લાન્ટ સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે બનાવવામાં આવનાર છે. જેના પર્યાવરણની અસરો થી ચિંતિત અનેક રાજકીય આગેવાનો પોતપોતાનો મત રજુ કરી રહ્યા છે. ચૂંટાયેલા સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા રાજ્યપાલ મહોદયને આ બાબતે જાણ કરવા અને પ્રોજેક્ટ સામે વાંધો ઉઠાવ્યો છે, સામાજીક,  રાજકીય આગેવાનો સરકાર તેમજ સ્થાનિક તંત્ર સમક્ષ પોતાની વાત મુકી રહ્યા છે, આવેદન પત્રો પાઠવી કંપની વિરુદ્ધ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી ચુક્યા છે. તેમ છતા વેંદાતા અને HZL પોતાની કામગીરી મક્કમતા થી કરવા આગળ વધી રહી છે.

આવી સ્થિતિ માં HZL નો ઝીંક પ્લાન્ટ તાપી જીલ્લામાં શરુ કરવા બાબતે આજ રોજ પોતાના ફેસબુક અકાઊન્ટ ઊપર જાણીતા રાજકીય કર્મશીલ તેમજ AKSM/EAEM જેવા સંગઠનના અધ્યક્ષ અનેક લોકપ્રશ્નો બાબતે અભિયાન ચલાવનાર લોકહિતમાં અવાજ ઉઠાવનાર રોમેલ સુતરિયાની ફેસબુક પોસ્ટ થી સમગ્ર મામલે રાજકીય ગરમાવો આવી ગયો છે. અભ્યાસુ  અને કાયદા ના જાણકાર હોવાની છબી ધરાવનાર  સુતરિયાની વાત હંમેશા પ્રભાવી સાબિત થાય છે.

રોમેલ સુતરિયાએ પોતાની પોસ્ટ ઉપર કટાક્ષ કરતા હોય તેમ લખ્યુ હતુ કે લોન લેવી, ડિફોલ્ટર બનવું અને પછી સેવા કરવી કેવી મઝા?  હિંદુસ્તાન ઝીંક લી. (HZL) ના નામે વેદાંતાએ ૧૦,૦૦૦ કરોડ ની લોન SBI થી લીધી છે. ભલુ થાજો SBI ના ટ્રસ્ટીઓનું જેમણે RBI ની ૨૦૧૮ ની ડિફોલ્ટર લિસ્ટ માં સામેલ (અંદાજીત એક લાખ કરોડ) આટલી મોટી સેવાભાવી કંપનીને અધધધધધ (૧૦,૦૦૦ કરોડ રુપિયા) રકમ ની લોન આપી છે.

આ બાબતે અમારી ગ્રામીણ ટુડે ન્યુઝ ટીમે રોમેલ સુતરિયાનો સંપર્ક કરતા તેઓએ ૨૦૧૮ માં RBI એ જાહેર કરેલી આઠ કંપનીઓની લિસ્ટ નો હવાલો આપ્યો હતો તેમજ ઇકોનોમિકસ ટાઈમ્સ, ધ વાયર તેમજ બીઝનેસ સ્ટાન્ડર્ડ ના રિપોર્ટ થી HZL ને મળેલ ૧૦,૦૦૦ કરોડ ની લોન ની પ્રુષ્ટિ કરી હતી.

સાથે જ તમેણે વેદાંતા ને ભારતીય પ્રજાના પૈસા જે લોન સ્વરુપે પહેલા લીધા છે તે ભારતીય બેંકોને ચુકવણી કરી પછી તાપી જીલ્લા માં સેવા અને વિકાસ ની વાતો કરવા આવવુ જોઈએ તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. પ્રજા ના અરબો રુપિયા જે વિવિધ બેંકોમાં હોય છે તેમજ બેંક ના NPA ઘટતા પ્રજા ની બચત ની રકમ જોખમમાં મુકાય છે તેવી સ્થિતિ ને ગંભીરતા થી લેવા રોમેલ સુતરિયાએ જાહેર અપીલ કરી હતી.

વેદાંતા / HZL ની મુશ્કલીઓ માં રોમેલ સુતરિયાની ફેસબુક પોસ્ટ થી તાપી જીલ્લા સહિત રાજ્ય ના અનેક વિસ્તારો માં તેમજ બેંક ના ગ્રાહકો માં નારાજગી સાથે ઘેરા પ્રત્યાઘાત પડવાની શક્યતાઓ છે. હવે જોવાનુ તે રહે છે કે લોન કરી સેવા , વિકાસ કરવાની અને RBI ના ડિફોલ્ટર હોવા છતા લોન મેળવનારી કંપની વેદાંતા / HZL સામે આ બાબતે પોતાનો પક્ષ રજુ કરશે કે દલા તલવાડી ની વાર્તા જેવો ઘાટ સર્જાશે…

વધુ માં જોવું રહયું કે સ્ટરલાઈટ ની પાંખ કંપની વેદાંતા પહેલાની માફક તાપીનાં ડોસવાડા પ્રોજેક્ટ દ્વારા સરકારના કરોડો લઈ ગાયબ થાય છે કે પછી…? 

Exit mobile version