Site icon Gramin Today

યુવા કાર્યકર રોમેલ સુતરિયા દ્વારા આદિવાસી યુવાનો જોગ સંદેશ:

 શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કીર્તનકુમાર ગામીત 

યુવા કાર્યકર રોમેલ સુતરિયા દ્વારા તાપી જિલ્લાનાં આદિવાસી યુવાનોને સમાજના અનેક વિષયો બાબતે  જોગ સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

તાપી: આદિવાસી યુવાનોને સમાજના અનેક વિષયો બાબતે  જોગ સંદેશ પાઠવવામાં આવ્યો હતો,  ગુજરાતમાં ૬૦૦૦ સરકારી શાળાઓ મર્જ થવાની છે જેની અસર સીધી આદિવાસી વિસ્તારમાં પડશે તેમ મારુ અંગત રીતે માનવું છે જે યોગ્ય છે કે નથી તે નક્કી કોણ કરશે ? આપણે  આપણી જવાબદારી સ્વીકારવી જ પડશે! 

પછી મારા જેવો કોઈ સામાજીક નીસ્બત ધરાવનાર વ્યક્તિ આવા વિષય પર અવાજ ઉઠાવે કે પોતાનો મત જાહેર કરે તો કહેવાશે નેતાગીરી કરવી છે માટે બોલે છે! હું ૧૬ થી ૧૭ વર્ષ ની ઉંમરનો હતો તે સમય થી આદિવાસી સમાજ વચ્ચે રહ્યો છું જે નિસ્વાર્થ સેવાનો ભાવ મને આ સમાજે  શીખવ્યો છે, જે માટે આદિવાસી સમાજ માટે હું હંમેશા ખુબ જ  રુણી છું, પરંતુ સાચા ને સાચો અને ખોટા ને ખોટુ કહેતા જ રહીશું.

નેતા કોઈ પણ સમાજ ના હોય તેમને પોતાની સતા અને સ્વાર્થ માં જ રસ હોય છે જે આઝાદી બાદ આટલા વર્ષો માં અનેક ઘટનાઓ માં સાબિત થયું છે.

નકારાત્મક ઓળખની રાજનિતિ કઠુઆમાં પણ આપણે જોઈ અને હાથરસમાં પણ જ્યા જાણે જાતિગત કે ધાર્મિક ખાપ પંચાયતો હોય અને દેશમાં બંધારણ કે કાયદો વ્યવસ્થા હોય જ નહી તેમ આરોપીઓ ને છાવરવાની હરકતો કરનારા તત્વો એ વાણી-વિલાસનો ઉપયોગ કર્યો હતો.

આદિવાસી સમાજનુ સારુ સાચું પ્રતિનિધિત્વ ઉભુ થાય તે આપણે સહુ ઈચ્છીએ જ છીએ જે આદિવાસી સમાજ ના જંગલ જમીન, વિસ્થાપન, શિક્ષણ, સ્વાસ્થ્ય, અંધવિશ્વાસ ફેલાવનાર તત્વો જેવા વિષયો પર અવાજ બુલંદ કરે,પરંતુ સ્થિતિ છે કે આપણે ક્યાં વિષય ઉપર વાત કરવી પડી રહી છે? અને આદિવાસી સમાજ ના જ જે આગેવાનો આ વિષયો ઉપર લડે છે તેને ખરેખર સમાજ તરીકે સાથ આપવામાં આવે છે તે ચિંતા નો વિષય છે.

લાખો આદિવાસીઓ ને અનેક કંપનીઓ પોન્ઝી યોજનાઓ ના નામે કૌભાંડ કરી લુંટી ગયા તેમા કોણ , કયા , કેવી રીતે લુટાયા તેમા કોણ મદદ રૂપ થયુ શા માટે આદિવાસીઓ ની જ બચત સહુથી વધુ લૂંટવામાં આવી તે ચર્ચા ના કરી ને આપણે કઈ દિશા માં જઈ રહ્યાં  છીએ? ઘણી ખરી ચીટ ફંડ કંપનીઓની ઓફીસ આપણા નેતાઓ જ ઓપનીગ કરે છે,  આખરે બહુ ઓછા દીવસોમાં તાળા લાગી જાય છે: 

ગેરકાયદેસર ખનન સમતા જડ્જમેન્ટ ના અમલીકરણ થી કોને ફાયદો કોને નુકશાન? તે વિશે અવાજ ઊઠાવનાર બીન આદિવાસી ઊપર કોઈ આદિવાસી જ હુમલો કરે તો તમે શું કહેશો ? બરોબર છે ?

દેશ મા કોઈ પણ સમાજ હોય હુમલાખોરો જ જો નેતા તરીકે સ્વીકાર્ય બને તેમ ષડયંત્ર ચાલતા હોય તો કોઈ શું કરી શકે?

આજ ની નવી યુવા પેઢી કમસેકમ જાતિગત ભેદભાવ થી ઊપર ઊઠી આદિવાસી સમાજ ના હક અધિકાર નો અવાજ મજબુત કરે તેટલી જ આશા છે.

હું તો આજે છુ ને કાલે નહી હોવ પણ તમે ત્યા જ છો મને તો આદિવાસી વિસ્તાર માં થી હટાવવાના અનેક પ્રયાસ થયા છે છતા હું જે વિષય પર કાર્યરત છુ તે કરતો રહ્યો છું પણ આદિવાસી સમાજ ના યુવાનો એ નક્કી કરવાનુ છે કે તમે લોકતાંત્રિક સમાજ નું નિર્મિણ ઈચ્છો છો કે ખાપ પંચાયત? આદિવાસી સમાજની અનેક વિકટ સમસ્યાઓ માટે યુવાનોએ જાગ્રુત થવું જ પડશે નહીતો આપણી આવતી પેઢી ને શું જવાબ આપશો?  આભાર… રોમેલ સુતરિયા(રાજનૈતિક યુવા કર્મશીલ)

Exit mobile version