Site icon Gramin Today

મુખ્ય શિક્ષક કાલિદાસ ઝવેરભાઈ રોહિતનુ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  સર્જનકુમાર વસાવા

વાગલખોડ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કાલિદાસ ઝવેરભાઈ રોહિતનુ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું;

વડોદરા રોહિત સમાજ દ્વારા વાગલખોડ શાળાના મુખ્ય શિક્ષક કાલિદાસ રોહિતનું સન્માન કરવામાં આવ્યું;

સમાજના વડીલોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાને પુષ્પ હાર અર્પણ કર્યા;

લાલ ભવન વડોદરા ખાતે વડોદરા રોહિત સમાજના તેજસ્વી તારલા અને સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ ના સન્માન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલિયા તાલુકાના વાગલખોડ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કાલિદાસ ઝવેરભાઈ રોહિત નુ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ સાલ ઓઢાડી સન્માન પત્ર આપી. કરવામાં આવ્યું હતું આજ રીતે તેજસ્વી વિદ્યાર્થી અને સમાજને મદદરૂપ થનાર વ્યક્તિ તેમજ સરપંચ શ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓનુ પણ સમ્માન કરવામાં આવ્યું હતું આ આયોજન વડોદરા રોહિત સમાજના પ્રમુખશ્રી રોહિતકુમાર એમ. પટેલ તથા મુકેશભાઈ મકવાણા બાબુભાઈ વાઘેલા નટવરભાઈ પરીખ સોમાભાઈ રોહિત તથા કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુણવંતરાય એચ પરમાર પ્રભુદાસ મકવાણા નિષેધ મકવાણ સવારના અગ્રણીઓ ડોક્ટરો, એન્જિનીયરો હાજર રહ્યા હતા.

Exit mobile version