Site icon Gramin Today

મુખ્યમંત્રી સાથે વાંસદા નગરના વિકાસ કામો માટે મંત્રીશ્રી અને સાંસદ ની સંયુક્ત ચર્ચા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

વાંસદા ખાતેની કોટેઝ  હોસ્પિટલને સિવિલ હોસ્પિટલમાં રૂપાંતર કરવા તથા વાંસીયા તળાવ ખાતે આયુર્વેદિક મેડિકલ કોલેજ બનાવવા સંસદ સભ્ય ડોક્ટર કે. સી . પટેલે નવસારી જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા સાથે સંયુક્ત ચર્ચા કરી મુખ્યમંત્રીને આ બાબતે તાત્કાલિક ઘટતું કરવા બાબતે પરામર્શ:

કોટેઝ  હોસ્પિટલ હાલમાં ચાલતું રીનોવેશન કામ પૂર્ણતાને આરે છે, ત્યારે આદિવાસી અને ગ્રામ્ય વિસ્તાર ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવા અનેક રાજકીય આગેવાનો એ કરી સરકારને ભલામણ.

વાંસદા: ગતરોજ  ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ડાંગ જિલ્લાની મુલાકાત આવ્યા હતાં તે  દરમિયાન વાંસદા ખાતે હોસ્પિટલને સિવિલ હોસ્પિટલમાં રૂપાંતર કરવા તથા વાંસીયા તળાવ ખાતે આયુર્વેદિક મેડિકલ કોલેજ બનાવવા સંસદ સભ્યશ્રી ડોક્ટર કે. સી . પટેલે નવસારી જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા સાથે સંયુક્ત ચર્ચા કરી મુખ્યમંત્રીને આ બાબતે તાત્કાલિક ઘટતું કરવા અને આદિવાસી વિસ્તારમાં આ બંને પ્રોજેક્ટોને મંજુર કરવા રજૂઆત કરી હતી. રજૂઆત એ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હકારાત્મક જવાબ આપી બાહેધરી આપી હતી.

વધુ માં આ વાંસદા તાલુકા ટ્રાયબલ આદિવાસી સમાજ નો હોય લોકો ને સ્થાનિક હોસ્પિટલમાં જ સુવિધા મળી રહે તે જરૂરી રહયુ છે. તથાં આયુર્વેદિક કોલેજ પણ વાંસદા તાલુકા નજીક આવેલ બાજુ ના ગામમાં બને તો વિદ્યાર્થી ને પણ સગવડતા પૂરતાં નજીકમાં મળે તે હેતુસર વાંસદા ભાજપ સંગઠન દ્વારા લેખિત માં માનનીય મંત્રીશ્રી  ગણપતસિંહ વસાવા સાહેબ આદિજાતિ વિકાસ વિભાગનાઓને  જાણ કરી આ બાબતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ને ઘટતું કરવા વિનંતી કરવામાં આવ્યુ છે.

Exit mobile version