શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી
ભરૂચ: ગુજરાત રાજ્યના કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુ થી કાર્યરત પોલીસ જવાન, અધિકારીઓ પોતાનાં ફરજ દરમિયાન કોઇપણ કારણોસર અવસાન પામેલ તેવાં તમામના માનમાં આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓની આગેવાનીમાં પોલીસ સંભારણા (શહીદ) દિન નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવ્યું: સ્મારક ને પુષ્પથી સજાવી, દીપ પ્રાગટ્ય કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી:
રાજ્યમાં ચાલુ ફરજ દરમ્યાન અકાળે કે કોઈપણ પ્રકારના કારણોસર અવસાન પામેલ હોય તેવા પોલીસ અધિકારી,જવાન, કર્મચારીઓના માનમાં તારીખ ૨૧/૧૦૨૦૨૦ ના રોજ ૮:૦૦ કલાકે ભરૂચ જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા પોલીસ સંભારણા (શહીદ) દિન નિમિત્તે કોમપરેશન પરેડનું આયોજન કરવામાં આવેલ તેમજ શહીદ થયેલા પોલીસ અધિકારી/કર્મચારીઓના નામનું વાંચન કરવામાં આવેલ,અને તમામને સલામી આપવામાં આવી હતી, જેમાં ભરૂચ જીલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ હાજર રહી શહિદોને પુષ્પો અર્પણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.