Site icon Gramin Today

ભગવાન મહાવીર યુનિવર્સિટી ના વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા એક ભવ્ય આલ્ફા એવોર્ડનું આયોજન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

સુરત ખાતે ભગવાન મહાવીર યુનિવર્સિટી ના વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા એક ભવ્ય આલ્ફા એવોર્ડ નું આયોજન સંપન્ન: 

મહિલા એવોર્ડ અને સત્કાર સમારોહ કાર્યક્રમમાં સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાની એ મુખ્ય મહેમાન તરીકે બિરાજી પ્રોગ્રામની શોભા વધારી,

ભગવાન મહાવીર યુનિવર્સિટી ના વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા એક ભવ્ય આલ્ફા એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું. ડબલ્યુ ડીસી ના ચેર પર્સન ડોક્ટર ચેતા દેસાઈના મંતવ્ય પ્રમાણે નારી નું સન્માન સમાજના વિકાસ માટે એક મહત્વની ભૂમિકા ભજવે છે. એ હેતુ ભગવાન મહાવીરની ૭૦ થી વધુ મહિલાઓને એવોર્ડ અને અનેકો ગિફ્ટ આપી સન્માનિત કરાઈ હતી. સત્કાર સમારોહ સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાની એ મુખ્ય મહેમાન તરીકે બિરાજી પ્રોગ્રામની શોભા વધારી હતી. તે ઉપરાંત શ્રી જયેશભાઈ મોદી નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ ઓફ નમો સેના, ઇન્ડિયા (ભારત), શ્રીમતી સીધ્ધી જોહરી, નેશનલ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ વુમન એમ્પાવરમેન્ટ, શ્રી શ્રીજાની ઘોષ, મ્યુઝિક ગુરુ ફ્રોમ સીડની, મિસ પૂજા કલ્યાણી, સિંગર ની ઉપસ્થિતિ એ પણ સર્વેનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રોગ્રામની શરૂઆત સર્વે મહાનુભવ ટ્રસ્ટી, પ્રોવોસ્ટ ના હસ્તે દીપ પ્રતિજ્ઞા થી થઈ હતી.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો ના પ્રોત્સાહન ભર્યા પ્રવચનો, જેમાં સ્ત્રીઓ નો  દરેક ક્ષેત્રે આગવું સ્થાન, સમાજમાં સ્ત્રીઓનું મહત્વ અને અનેક બીજી બાબતો પર ચર્ચા કરાવવામાં આવી હતી. તથા તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન દરેક જગ્યાએ થતા રહેવા જોઈએ.

Exit mobile version