Site icon Gramin Today

પ્રભારી સચિવશ્રી પી.સ્વરૂપના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોની સમિક્ષા બેઠ્ક યોજાઇ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ

પ્રભારી સચિવશ્રી પી.સ્વરૂપના અધ્યક્ષસ્થાને તાપી જીલ્લાના વિવિધ વિભાગોની સમિક્ષા બેઠ્ક યોજાઇ:

 વ્યારા-તાપી:  પ્રભારી સચિવશ્રી પી.સ્વરૂપના અધ્યક્ષસ્થાને તથા રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓની ઉપસ્થિતીમાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પાણીની અછત, કમોસમી વરસાદને કારણે થયેલ નુકશાની, અમૃત સરોવર, સુજલામ સુફલામ યોજના, ઉદવહન સિંચાઇ પ્રોજેકટ, ન્યુટ્રેશન, કુપોષિત બાળકો, એસપિરેશનલ બ્લોક, પ્રિ-મોનસુન, ક્ષય રોગની સ્થિતિ, સુક્ષ્મ-લઘુ ઉદ્યોગ વિગેરે બાબતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે તાપી જિલ્લામાં નાના ઉદ્યોગોના વિકાસ માટે આયોજન કરવા, સી ફુડ પાર્ક શરૂ કરવા કેટલાક રચનાત્મક સુચનો આપ્યા હતા. તેમણે અમૃત સરોવરના નિર્માણમાં તાપી જિલ્લામાં ૭૫ના સ્થાને ૧૦૩ અમૃત સરોવરોના સફળતા પુર્વક નિર્માણની કામગીરી પુર્ણ કરવા સંબંધિત વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.

સચિવશ્રી પી.સ્વરૂપએ ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ તાપી જિલ્લામાં ટીબીના દર્દીઓને પારખી તેઓનું યોગ્ય સ્ક્રીનીંગ અને સારવાર મળે તે સુનિશ્વિત કરવા જણાવ્યું હતું. સચિવશ્રીએ જિલ્લામાં નાના મોટા ઉદ્યોગો જે શરૂ છે તેઓ ભવિષ્યમા કઇ સ્થિતી સુધી પહોચી શકે તે અંગે તથા મોટા ઉદ્યોગો શરૂ ન થવા પાછળના કારણો જાણવા માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં વર્ષ-૨૦૨૩માં માર્ચ અને એપ્રિલ માસમાં કમોસમી વરસાદના કારણે ખેતીવાડી અને બાગાયત પાકોને થયેલ નુકશાન અને સહાયના વિતરણ અંગે, સુજલામ સુફલામ યોજના અંતર્ગત પ્રગતિ હેઠળના કામોની સમિક્ષા તથા અમૃત સરોવરોના નિર્માણ અંગે, ઉકાઇ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ અને નિઝર તાલુકાની ઉદવહન સિંચાઇ યોજના હેઠળ પ્રગતિ હેઠળના કામો અંગે, પંપીંગ સ્ટેશન પ્રોગ્રેસ, નલ સે જલ યોજના હેઠળ તાપી જિલ્લાના પીવાના પાણીની સુવિધા, હેન્ડપંપ અને મીની પાઇપલાઇન યોજના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હેઠળ કાર્યરત MSME યોજના, તથા ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંતર્ગત ટીબીના દર્દીઓને મળતી વિવિધ સુવિધા અને સારવાર અંગે વિગતવાર સમિક્ષા કરવામાં આવી હતી.

Exit mobile version