Site icon Gramin Today

નવી સિવિલ હોસ્પિટલ, કોવિડ-૧૯ હોસ્પિટલની  મુલાકાત લેતા રાજય આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીઃ

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિનકુમાર

સુરત ખાતે ની નવી સિવિલ હોસ્પિટલની કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લેતા રાજય આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીઃ

સુરતઃશુક્રવારઃ- આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ આજે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલના ડોકટરો સાથેની બેઠકમાં તેમણે દર્દી અને તેમના સંબધિઓ સાથે વિડીયો કોલથી સંવાદ થાય તથા સિવિલમાં આવનાર દર્દીઓને ઝડપી દાખલ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ વેળાએ મીડિયા સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, સરકાર અને પ્રજાજનોના સહિયારા પ્રયાસોથી જ કોરોનાની મહામારી સામે જંગ જીતી શકીશું. રેમડિસીવર ઈન્જેકશન બાબતે જણાવ્યું કે, જિલ્લા કલેકટરશ્રી દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલોના સંચાલકોને ઈન્જેકશન મળી રહે તે માટેની સુદઢ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલોને જોઈતા ઈન્જેકશનો માટે કલેકટર કચેરીને ઈમેલ કરવાથી તેઓને જરૂરીયાત મુંજબના ઈન્જેકશનોની ફાળવણી કરવામાં આવે છે જેથી તેઓ સ્મિમેર અને નવી સિવિલ હોસ્પિટલમાંથી એક વ્યકિત આવીને ઈન્જેકશનોની મેળવી શકે છે. જેથી ખાનગી હોસ્પીટલો સહકાર આપે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. લેતા રાજય આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીઃ

સુરતઃ- આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ આજે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલના ડોકટરો સાથેની બેઠકમાં તેમણે દર્દી અને તેમના સંબધિઓ સાથે વિડીયો કોલથી સંવાદ થાય તથા સિવિલમાં આવનાર દર્દીઓને ઝડપી દાખલ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.       

            આ વેળાએ મીડિયા સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, સરકાર અને પ્રજાજનોના સહિયારા પ્રયાસોથી જ કોરોનાની મહામારી સામે જંગ જીતી શકીશું. રેમડિસીવર ઈન્જેકશન બાબતે જણાવ્યું કે, જિલ્લા કલેકટરશ્રી દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલોના સંચાલકોને ઈન્જેકશન મળી રહે તે માટેની સુદઢ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલોને જોઈતા ઈન્જેકશનો માટે કલેકટર કચેરીને ઈમેલ કરવાથી તેઓને જરૂરીયાત મુંજબના ઈન્જેકશનોની ફાળવણી કરવામાં આવે છે જેથી તેઓ સ્મિમેર અને નવી સિવિલ હોસ્પિટલમાંથી એક વ્યકિત આવીને ઈન્જેકશનોની મેળવી શકે છે. જેથી ખાનગી હોસ્પીટલો સહકાર આપે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

Exit mobile version