Site icon Gramin Today

નલ સે જલ યોજના અંતર્ગત ચાલતાં કામોની ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાની દ્વારા જનતા રેડ કરવામાં આવી:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નલ સે જલ યોજના અંતર્ગત ચાલતાં કામોની ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાની દ્વારા જનતા રેડ કરવામાં આવી: લોકોને સાથે રાખી વિકાસ કામોની પોલ ખોલતા જન પ્રતિનિધિ… 

ડેડીયાપાડા નાં ગ્રામ્ય વિસ્તારોમાં નલ સે જલ યોજના શોભાનાં ગાંઠીયા સમાન થઈ પડી!

 નલ સે જલ યોજનામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ.

ડેડીયાપાડા વિસ્તારમાં લોકો દ્વારા કરાયેલી ફરિયાદ ને લઈ ધારાસભ્ય આવ્યા હરકતમાં:

કરોડો નો ભ્રસ્ટાચાર બહાર આવે તો નવાઈ નહી:

અધિકારીઓની મિલી ભગત કે પછી કોન્ટ્રાકટર દ્વારા કરાયેલ ભ્રસ્ટાચાર..?

દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ “નલ સે જલ” યોજના ની દેડીયાપાડા તાલુકાના અનેક ગામડાઓમાં ચકાસણી કરતા ચોપડે મંજૂર પણ કામ સ્થળે અધૂરા જોવા મળ્યા હતા.   

           ધારાસભ્ય મહેશ વસાવાએ દેડીયાપાડા નાં ખૂર્દી, ભેંસણા, સાકળી, પીપલોદ, પાટવલી, માલ, સમોટ, ખોખરાઉંમર સહિત અનેક ગામોની મુલાકાત લીધી હતી.

 પાણી માટે એક મહિલાએ ધારાસભ્યશ્રી ને સંવેદનશીલ રજૂઆત નલ સે જલ યોજનાનું પાણી નથી આવતું, નથી નદીમાં પાણી અમે તો ગમે ત્યાંથી શોધીને જીવન ટકાવીશુ પણ અમારા ગાય,ભેંસ, બકરીનુ શું થશે? સાહેબ બેનની વાત સાંભળી ધારાસભ્યશ્રીએ પણ વાસ્મોના અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ ની માંગ કરી. 

જનતા રેડ દરમિયાન પીપલોદ ગામ સહીત અને અન્ય ગામડાઓમાં માત્ર 40 થી 50 ફૂટ ઉપર જ મોટર નાખી ને બિલ પાસ કરી લેવાયાની ગંભીર બાબતો સામે આવી છે.

સાંકડી ગામે નલ સે જલ યોજના અંતર્ગત 51 લાખની વિકાસ યોજના મંજુર થયેલ છે, જે અંતર્ગત અમલીકરણ સંસ્થા ને 50 લાખ જેટલી મતબર રકમ ચૂકવી પણ દેવામાં આવી છે, અને યોજનાકીય વિકાસ કામ પૂર્ણ બતવવામાં આવ્યું છે, અને ગ્રામજનોને આ યોજના મારફત એક ટીપું પણ પાણી આજ દિન સુધી મળવા પામ્યું નથી… અમલીકરણ અધિકારીઓની મિલી ભગત કે પછી કોન્ટ્રાકટર દ્વારા કરાયેલ ભ્રસ્ટાચાર..? જોવું રહયું વધુ તપાસ હાથ ધરી ને જવાબદાર સામે પગલાં લેવાય છે કે નહી.? 

Exit mobile version