Site icon Gramin Today

નર્મદા જીલ્લામાં રાજ્ય સરકાર દ્વારા તા.૧ થી તા.૧૦ મી ઓક્ટોબર,૨૦૨૧ સુધી માર્ગ મરામત અભિયાન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

રાજ્ય સરકાર દ્વારા તારીખ ૧ લી થી લઇ તા.૧૦ મી ઓક્ટોબર,૨૦૨૧ સુધી માર્ગ મરામત અભિયાન થકી ચોમાસાના ભારે વરસાદને કારણે રસ્તાઓમાં ખાડા પડી ગયા હોય, એવા રસ્તાઓનું સુધારણાનું કામ જિલ્લા માર્ગ-મકાન વિભાગની ટીમ ધ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવાનું આયોજન  હાથ ધરવામાં આવ્યુ  છે.

માર્ગ-મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેરશ્રી વી.જે.રાઠવા તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લા ખાતે રાજપીપલા માર્ગ મકાન વિભાગ કલસ્ટરના રસ્તાઓ પૈકી અંકલેશ્વર-રાજપીપલાનો રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય રસ્તો છે. તેના પર સામાન્ય મરામત, જંગલ કટીંગની કામગીરી અને મીડીયમ સફાઇ જેવી તમામ રસ્તાને લગતી કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા મુલાકાતીઓ માટે આકર્ષક બનાવી શકે તે મુજબની કામગીરી સાથે નાંદોદ તાલુકામાં ૧૧ જેટલા સ્થળો સહિત જિલ્લાના અન્ય સ્થળોએ પણ માર્ગ મરામત મહાઅભિયાન અંતર્ગત થઇ રહેલી સઘન કામગીરી તા.૭ મી ઓક્ટોબર,૨૦૨૧ સુધીમાં પૂર્ણ થાય તે રીતે નું આયોજન માર્ગ મકાન વિભાગની ટીમ ધ્વારા હાથ ધરાયુ છે.

ઉલેખનીય છે કે રાજપીપલા માર્ગ મકાન વિભાગ કલસ્ટરના રસ્તાઓ સાથોસાથ  જિલ્લા માર્ગ-મકાન વિભાગની ટીમ ને ગ્રામ્યકક્ષાએ પણ  “રસ્તા મરામત અભિયાન” પોહચાડી શકાય તેવું સુલભ આયોજન કરવું જોઈએ. 

Exit mobile version