Site icon Gramin Today

નર્મદા જિલ્લાનાં ખ્રિસ્તી સમાજ દ્વારા મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નાગરિકોને અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા જિલ્લાનાં ખ્રિસ્તી સમાજ દ્વારા મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નાગરિકોને અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ;

જિલ્લાનાં અનેક ચર્ચોમાં મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નાગરિકોને માટે વિશેષ પ્રાર્થના સભા યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કરાયું આયોજન;

      મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત નાગરિકોને નર્મદા જિલ્લા નાં અલગ અલગ ગામોના ખ્રિસ્તી સમાજનાં લોકો દ્વારા તમામ ચર્ચ(દેવળ) માં પ્રાર્થના સભાનુ આયોજન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

 સાગબારા તાલુકાના અમિયાર ગામે જિલ્લાનાં અલગ અલગ ગામના ખ્રિસ્તી સમાજના અનેક લોકો, પાળકો એકઠા મળ્યા હતા તેમજ બિશપ ડૉ.સંદિપ રજવાડી, પાળકો, ભાઈઓ- બહેનો દ્વારા પ્રાર્થનાસભા યોજીને મોરબી હોનારત મા દિવંગત નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે બે મિનિટનુ મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ મળે અને તેમનાં પરિવારને દુઃખની પળે ઈશ્વર દુઃખ સહન કરવાં કૃપા પુરી પાડે અને દુઃખમાં તેમને સાંત્વના અને દિલાસો મળે તે માટે પ્રાર્થના કરવામાં હતી.

Exit mobile version