Site icon Gramin Today

દેવમોગરા ખાતે નવનિયુક્ત અધિકારીઓનો સન્માન સમારંભ યોજાયો:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

આદિવાસીઓની કુળદેવીનું મંદિર તરીકે પ્રસિદ્ધ એવા દેવમોગરા ખાતે નવનિયુક્ત અધિકારીઓનો સન્માન સમારંભ યોજાયો;

નર્મદા: સાગબારા તાલુકામાં આવેલું અને આદિવાસીઓની કુળદેવીનું મંદિર તરીકે પ્રસિદ્ધ એવા દેવમોગરા માતાના મંદિર પરિસરમાં સન્માન સમારંભનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાગબારા, કુકરમુંડા અને ડેડીયાપાડા તાલુકાના તથા સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ સામાન નવનિયુક્ત સનદી અધિકારીઓનો સન્માન સમારંભમા મોટી સંખ્યામાં હાજર રહયા હતા .

આ સમારંભમાં કિશનભાઈ સામસિંગભાઈ વસાવા (IAS), ભરતભાઈ કાચુભાઈ વસાવા (IAS) , મધુકરભાઈ પાડવી (વાઈસ ચાન્સલર વીર બુરસામુંડા આદિવાસી યુનિવર્સિટી, રાજપીપલા), ઇલાબેન વસાવા ( PI ) ઓનું શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટના નેજા હેઠળ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમા મોટી સંખ્યા લોકો હાજર રહયા હતાં. 

Exit mobile version