Site icon Gramin Today

તાપી જિલ્લા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત તિરંગાનું ઘર-ઘર વિતરણ અને વેચાણ પ્રક્રિયા શરૂ : 

શ્રોત:  ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત તિરંગાનું ઘર-ઘર વિતરણ અને વેચાણ પ્રક્રિયા શરૂ :

વ્યારા – તાપી: દેશની આઝાદીને ૭૫ વર્ષ પુર્ણ થવાનાં ઉપલક્ષમાં સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે આગામી તા.13 થી 15 સુધી “હર ઘર તિરંગા” અભિયાનનો આરંભ થનાર છે. જે અન્વયે તાપી જિલ્લામાં વિવિધ વિભાગોના સંકલન દ્વારા ઘર ઘર તિરંગાનું વેચાણ અને વિવિધ સ્થળોએ સ્ટોલ ઉભા કરી તિરંગાનું વેચાણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.


જિલ્લામાં વ્યારા ખાતે નગરપાલિકા દ્વારા વોર્ડ અનુસાર ઘરે ઘરે જઇ તિરંગાને રૂપિયા 30માં વેચાણ કરવામાં આવી રહ્યા છે. જ્યારે સોનગઢ નગરપાલિકામાં દેવજીપુરાસ, પંચવટી હનુમાન મંદિર, ગણપતિ મંડળ પાસે જમાદાર ફળિયું, કલ્યાણરાયજી મંદીર પાસે જુનાગામ, સેન્ટ્રલ પોઇન્ટ પાસે નવાગામ, ઇસ્લામપુરા ગેટ પાસે અને શ્રી રામનગર ગેટ પાસે તિરંગાના વેચાણ માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.


આમ, જિલ્લામાં વિવિધ સ્થળોએ જઇ નાગરિકો તિરંગાની ખરીદી કરી શકે છે. આઝાદીનું 75મુ વર્ષ એ ઇતિહાસમાં મહત્વનું વર્ષ છે. જેમાં તિરંગાને પોતાના ઘરે લહેરાવી આ પર્વને સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લાના નાગરિકો પણ આ અભિયાનમાં સક્રિય જનભાગીદારી નોંધાવી દેશપ્રેમની ભાવના વ્યક્ત કરે તે જરૂરી છે.

Exit mobile version